સ્માર્ટફોન દરેકની જરૂરીયાત બની ગયો છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દર મહિને રિચાર્જ કરાવવું પડે છે.  ટેલીકોમ કંપનીઓ કેટલાક લાંબી વેલિડિટીવાળા શાનદાર પ્લાન ઓફર કરી રહી છે.  એરટેલ યૂઝર હોય, વોડાફોન-આઈડિયાનું સિમ વાપરતા હોય કે જિયો તમામ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે  શાનદાર પ્લાન ઓફર કરે છે.  જેમાં તમને ફાયદો થાય છે. લોકો ઘણીવાર લોન્ગ ટર્મ પ્લાનની કિંમત જોઈને ડરી જાય છે પરંતુ આ પ્લાન મહિનાની તુલનામાં ખુબ સસ્તા હોય છે. 


JIO 


રિલાયન્સ જિયો સૌથી સસ્તા લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપનીએ નવા વર્ષ પર યૂઝર્સ માટે 2023 રૂપિયાનો ખાસ પ્લાન રજૂ કર્યો છે. તેમાં જિયોના ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનમાં તમને 252 દિવસની વેલિડિટી મળશે. 


અન્ય એક પ્લાનમાં 2545 રૂપિયાનો છે. જેમાં 336 દિવસ સુધી દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા, દરરોજ 100 એસએમએસ,  અનલિમિટેડ કોલ વગેરેનો લાભ મળે છે. 


બીજા એક પ્લાનમાં 2879 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં તમને દરરોજ 2 જીબી ડેટા, દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલનો લાભ મળે છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે.  


2999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તેમાં તમને 365 દિવસ સુધી 2.5 જીબી ડેટા, દરરોજ 100  એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે.  યૂઝર્સને 23 દિવસની વધારાની વેલિડિટી અને 75 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહ્યું છે.


VI


વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા પ્રકારના લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરે છે. તેમાં સૌથી સસ્તો પ્લાન 1449 રૂપિયાનો છે, જે 180 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં દરરોજ 1.5જીબી ડેટા, દરરોજ 100  એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાન પર તમને એક એપ એક્સક્લુઝિવ ઓફર પણ મળે છે, જેમાં તમે 50 જીબી એક્સ્ટ્રા ડેટા મેળવી શકો છો.


વોડાફોન પાસે એક ખાસ પ્લાન છે. જેમાં કંપની પોતાના યૂઝર્સ માટે 1799 રૂપિયાનો એક પ્લાન રજૂ કરે છે. તેમાં 365 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સાથે તમને 24 જીબી ડેટા મળે છે. 


2899 રૂપિયાના પ્લાનમાં તમને 365 દિવસ સુધી, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ વોઇસ કોલ અને 850 જીબી ડેટા મળે છે. આ પ્લાનની ખાસ વાત છે કે તેમાં તમે એક દિવસમાં ગમે એટલો ડેટા વાપરી શકો છો. એટલે કે આ પ્લાનમાં ડેટાની કોઈ લિમિટ નથી. તમે તમારા યૂઝ પ્રમાણે ડેટાનો વપરાશ કરી શકો છો. 


AIRTEl


એરટેલ 1799 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપે છે. આ સાથે તમને 24 જીબી ડેટા મળે છે, જેનો તમે એક વર્ષમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.


2999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 265 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને 2.5 જીબી ડેટા મળે છે. 


કંપનીનો સૌથી મોંઘો પ્લાન 3359 રૂપિયાનો છે જેમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આ પ્લાનમાં યૂઝર્સને 1 વર્ષનું પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.