શોધખોળ કરો

સ્માર્ટફોન ન હોય તો પણ ચાલશે! જિયો અને બેંક ઓફ બરોડા લાવ્યા ફીચર ફોન માટે 'બોબ વર્લ્ડ લાઇટ' એપ

JioPhone Prima 4G યુઝર્સ હવે સાદા ફોનમાં પણ UPI સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે, માત્ર ઓછું ઇન્ટરનેટ અને સાદા કીપેડથી ડિજિટલ બેન્કિંગ થશે સાવ સરળ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બેંક ઓફ બરોડા અને જિયોએ ફીચર ફોન માટે 'બોબ વર્લ્ડ લાઇટ' એપ લોન્ચ કરી.
  • આ એપ UPI પેમેન્ટ અને અન્ય બેન્કિંગ સુવિધાઓ સરળ બનાવે છે.
  • કોઈપણ બેંકના ગ્રાહકો આ એપનો ઉપયોગ કરી શકે છે, ખાતું ફરજિયાત નથી.
  • આ પહેલ ડિજિટલ ભેદભાવ ઘટાડીને ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ પહોંચાડશે.

જો તમારી પાસે મોંઘો સ્માર્ટફોન નથી અને તમે સાદો કીપેડ વાળો ફીચર ફોન વાપરો છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. દેશના ખૂણે-ખૂણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બેંક ઓફ બરોડા (BoB) અને રિલાયન્સ જિયોએ એક મોટી ભાગીદારી કરી છે. બંને કંપનીઓએ ભેગા મળીને ખાસ ફીચર ફોન માટે ‘બોબ વર્લ્ડ લાઇટ’ (bob World Lite) નામની બેન્કિંગ એપ લોન્ચ કરી છે. આ દેશની એવી પહેલી મોબાઈલ બેન્કિંગ એપ છે, જેની મદદથી ગામડાના અને નાના શહેરોના લોકો પણ પોતાના સાદા ફોનમાંથી UPI પેમેન્ટ અને બીજી બેન્કિંગ સુવિધાઓનો આસાનીથી લાભ લઈ શકશે. આનાથી ભારત સરકાર અને રિઝર્વ બેંકના 'ડિજિટલ ઇન્ડિયા'ના સપનાને મોટો વેગ મળશે.

સાદા ફોનમાં પણ ચાલશે ધડાધડ

અત્યાર સુધી મોબાઈલ બેન્કિંગનો ફાયદો મોટાભાગે સ્માર્ટફોન વાપરનારાઓને જ મળતો હતો, પણ હવે આ નવી એપથી આખું ચિત્ર બદલાઈ જશે. 'બોબ વર્લ્ડ લાઇટ' એપ ખાસ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ઓછા ઇન્ટરનેટ (લો બેન્ડવિડ્થ)માં અને સાદા કીપેડ પર પણ એકદમ સ્મૂથ ચાલી શકે. સૌથી સારી વાત એ છે કે આ એપ વાપરવા માટે તમારું બેંક ઓફ બરોડામાં ખાતું હોવું ફરજિયાત નથી; કોઈપણ બેંકના ગ્રાહકો જાતે જ સરળ પ્રોસેસ કરીને આનો ઉપયોગ શરૂ કરી શકશે.

એપમાં કઈ-કઈ સુવિધાઓ મળશે?

હાલમાં આ એપ દ્વારા યુઝર્સ રોજેરોજ કામ આવતી બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકશે, જેમ કે:

UPI આધારિત સ્કેન એન્ડ પે (કોઈપણ દુકાને QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું)

કોઈના પણ ખાતામાં પૈસા મોકલવા

લાઈટ બિલ કે અન્ય બિલ ભરવા

મોબાઈલ રિચાર્જ કરવું અને પ્રોફાઇલ મેનેજમેન્ટ

આગામી સમયમાં કંપની આમાં બીજી અનેક નવી સુવિધાઓ પણ ઉમેરવા જઈ રહી છે.

ક્યાંથી મળશે આ એપ?

આ જોડાણ હેઠળ, જિયોના નવા 'JioPhone Prima 4G' મોબાઈલમાં આ એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી આવશે, જેને હોમ સ્ક્રીન પરથી જ સીધી ખોલી શકાશે. જો તમારી પાસે પહેલેથી જ આ ફોન છે, તો તમે જિયોસ્ટોરમાં જઈને 'બોબ વર્લ્ડ લાઇટ' ડાઉનલોડ કરી શકો છો.

ડિજિટલ ભેદભાવ થશે દૂર

આ નવી પહેલ અંગે બેંક ઓફ બરોડાના MD અને CEO ડૉ. દેબદત્ત ચંદે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારી પ્રાથમિકતા ડિજિટલ સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે. જિયો સાથેની આ ભાગીદારી સ્માર્ટફોનની દુનિયાની બહાર નીકળીને સાદા ફોન વાપરતા કરોડો લોકો સુધી બેન્કિંગ પહોંચાડવાનું એક મોટું પગલું છે. આનાથી શહેરો અને ગામડાઓ વચ્ચેનો ડિજિટલ ભેદભાવ ઘટશે."

બીજી બાજુ, રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ ડૉ. સુનીલ દત્તે પણ આ જોડાણને આવકારતા કહ્યું કે, "જિયોનું લક્ષ્ય હંમેશા દરેક ભારતીય સુધી સસ્તી અને સારી ડિજિટલ સેવાઓ પહોંચાડવાનું રહ્યું છે. બેંક ઓફ બરોડા સાથેની આ ભાગીદારીથી લાખો લોકોને હવે મુશ્કેલી વગરની ડિજિટલ બેન્કિંગ સેવાઓનો ફાયદો મળશે."

Frequently Asked Questions

બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ કઈ નવી એપ લોન્ચ કરી છે?

બંને કંપનીઓએ ખાસ ફીચર ફોન માટે 'બોબ વર્લ્ડ લાઇટ' નામની બેન્કિંગ એપ લોન્ચ કરી છે.

'બોબ વર્લ્ડ લાઇટ' એપના શું ફાયદા છે?

આ એપ ઓછા ઇન્ટરનેટમાં અને સાદા કીપેડ પર પણ સ્મૂથ ચાલે છે, જેથી ગામડાના અને નાના શહેરના લોકો પણ UPI પેમેન્ટ અને બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકે છે.

'બોબ વર્લ્ડ લાઇટ' એપ વાપરવા માટે બેંક ઓફ બરોડામાં ખાતું હોવું જરૂરી છે?

ના, આ એપ વાપરવા માટે તમારું બેંક ઓફ બરોડામાં ખાતું હોવું ફરજિયાત નથી. કોઈપણ બેંકના ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે છે.

'બોબ વર્લ્ડ લાઇટ' એપ દ્વારા કઈ બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકાય છે?

આ એપ દ્વારા UPI આધારિત સ્કેન એન્ડ પે, કોઈના પણ ખાતામાં પૈસા મોકલવા, લાઈટ બિલ ભરવા અને મોબાઈલ રિચાર્જ જેવી સુવિધાઓનો લાભ લઈ શકાય છે.

આ એપ ક્યાંથી મળશે?

જિયોના નવા 'JioPhone Prima 4G' મોબાઈલમાં આ એપ પહેલેથી ઇન્સ્ટોલ કરેલી આવશે. અન્ય યુઝર્સ જિયોસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે 
Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
મોંઘવારીનો મહાવિસ્ફોટઃ એપ્રિલમાં 8.30% પર પહોંચ્યો જથ્થાબંધ ફૂગાવો, 42 મહિનાનો રેકોર્ડ તૂટ્યો
મોંઘવારીનો મહાવિસ્ફોટઃ એપ્રિલમાં 8.30% પર પહોંચ્યો જથ્થાબંધ ફૂગાવો, 42 મહિનાનો રેકોર્ડ તૂટ્યો
Advertisement

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ
Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ
Embed widget