શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Jio નો મોટો ધમાકો! 50 કરોડ યૂઝર્સનો આંકડો પાર, કંપનીની કમાણીમાં પણ મોટો ઉછાળો 

નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં, જિયોએ 500 મિલિયન ગ્રાહકોનો આંકડો વટાવી દીધો છે.

Jio crossing a major milestone : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફરી એકવાર નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં, જિયોએ 500 મિલિયન ગ્રાહકોનો આંકડો વટાવી દીધો છે. આ સાથે કંપનીની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) વધીને ₹211.4 થઈ ગઈ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં આશરે 8.4% નો વધારો દર્શાવે છે. આ સફળતા તેના ઝડપથી વિસ્તરતા 5G નેટવર્ક અને હોમ બ્રોડબેન્ડ કનેક્શનને કારણે છે.

સપ્ટેમ્બર 2025 સુધીમાં જિયોનો કુલ ગ્રાહક આધાર 506.4 મિલિયન સુધી પહોંચી ગયો છે. કંપનીએ ગયા વર્ષે 27.6 મિલિયન નવા વપરાશકર્તાઓ ઉમેર્યા છે. જિયોનો દાવો છે કે આ સફળતા તેના ઝડપથી વિસ્તરતા 5G નેટવર્ક, જિયોએરફાઇબર સેવાઓ અને સુધારેલા હોમ બ્રોડબેન્ડ કનેક્શનને કારણે છે. જિયોએ જણાવ્યું હતું કે તેની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) સપ્ટેમ્બર 2024 માં ₹195.1 થી વધીને હવે ₹211.4 થઈ ગઈ છે. આ સૂચવે છે કે જિયો વપરાશકર્તાઓ હવે વધુ સમય ઓનલાઈન વિતાવી રહ્યા છે અને કંપનીની નવી સેવાઓને ઝડપથી અપનાવી રહ્યા છે.

આકાશ અંબાણીએ શું કહ્યું ?

જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે,  જિયોને નવ વર્ષમાં 500 મિલિયનથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ મેળવવાનો ગર્વ છે. અમે સસ્તા અને ઝડપી કનેક્શન પૂરા પાડીને દરેક ભારતીયની ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારો ડિજિટલ સેવાઓનો વ્યવસાય સતત વૃદ્ધિ પામી રહ્યો છે. જિયોના નેટવર્ક અને ટેકનોલોજી નેતૃત્વએ અમને દેશભરમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે.     

કંપનીનો કુલ ડેટા ટ્રાફિક

ઓપરેશનલ ડેટા અનુસાર,  કંપનીનો  કુલ ડેટા ટ્રાફિક 29.8 ટકા વધીને 58 અબજ GB થયો છે.  5G વપરાશકર્તાઓ હવે તમામ વાયરલેસ ટ્રાફિકનો અડધો હિસ્સો ધરાવે છે.  વોઇસ ટ્રાફિક પણ 5.6 ટકા વધીને 1.5 ટ્રિલિયન મિનિટ થયો છે.  જિયોએ નાણાકીય મોરચે પણ મજબૂત પ્રદર્શન કર્યું.  કંપનીનો EBITDA 17.7% વધીને ₹18,757 કરોડ થયો છે, જ્યારે કર પછીનો નફો (PAT) વધીને ₹7,379 કરોડ થયો છે. કંપનીનો EBITDA માર્જિન 51.6% હતો, જે જિયો માટે મજબૂત આવક અને નફાકારકતા દર્શાવે છે.                             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget