Hiring of Freshers: લાંબા સમયની સુસ્તી બાદ આઈટી સેક્ટરમાં ફરી તેજી આવવા લાગી છે. લાખો લોકોની છટણી કર્યા પછી IT કંપનીઓ હવે નવી ભરતી માટે તૈયારી કરી રહી છે. આ વર્ષે ફ્રેશર્સને મોટા પાયે નોકરીઓ આપવામાં આવશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ફ્રેશર્સની ભરતીમાં લગભગ 25 ટકાનો વધારો થશે. જો કે, આ વખતે કંપનીઓ કેટલીક ખાસ કુશળતા ધરાવતા યુવાનો પર પોતાની નજર રાખશે.


AI, ML અને ડેટા સાયન્સની જાણકારી ધરાવતા લોકો પર રહેશે નજર


ટીમ લીઝ ડિજિટલના રિપોર્ટ અનુસાર, IT સેક્ટર ફરી એકવાર યુવાનો તરફ જોવાનું શરૂ કર્યું છે. ગ્લોબલ કેપેસિટી સેન્ટર પણ પોતાની હાયરિંગ પ્રોસેસમાં પણ લગભગ 40 ટકાનો વધારો કરશે. આ વર્ષે કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવી બાબતોનું જ્ઞાન ધરાવતા લોકો પર વધુ ફોકસ કરશે. આમાં અનુભવી લોકોને પણ તક આપવામાં આવશે. કંપનીઓમાં ડેટા મેનેજમેન્ટ વર્કની માંગ વધી રહી છે. આ સિવાય પાયથોન પ્રોગ્રામિંગ, એથિકલ હેકિંગ, AWS સિક્યુરિટી અને જાવા સ્ક્રિપ્ટ જેવી વસ્તુઓની પણ ડિમાન્ડ છે.


એક્સેન્ચર, TCS અને HCL ટેકે બનાવી રણનીતિ


કંપનીના સીઈઓ નીતિ શર્માએ કહ્યું કે ટેક ઈન્ડસ્ટ્રી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં બજારને ધ્યાનમાં રાખીને કંપનીઓમાં AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી વસ્તુઓની માંગ વધી છે. કૌશલ્ય કાર્યક્રમોમાં રોકાણ કરવું હવે કંપનીઓ માટે મજબૂરી બની ગયું છે. એક્સેન્ચર, TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) અને HCL ટેક જેવી કંપનીઓ પણ તેમના કર્મચારીઓને તાલીમ આપી રહી છે. ઉપરાંત, નવી ભરતીમાં તેઓ એવા લોકોને શોધી રહ્યા છે જેમની પાસે આ કુશળતા છે.


વિશેષ કૌશલ્ય ધરાવતા યુવાનોને સારુ પેકેજ પણ મળશે


TCS એ પહેલાથી જ માહિતી આપી હતી કે આ વખતે તેઓ કંપનીમાં લગભગ બમણા લોકોને તક આપવા જઈ રહ્યા છે. એચસીએલ ટેકએ કહ્યું છે કે આ વખતે ભરતી દરમિયાન તેમનું ધ્યાન સંખ્યાને બદલે વિશેષ કુશળતા પર રહેશે. અમે ઈચ્છીએ છીએ કે કંપનીમાં આવનારા યુવાનો પ્રોજેક્ટની જવાબદારી લેવા તૈયાર રહે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાસ કૌશલ્ય ધરાવતા યુવાનોને સારો પગાર મળવાનો છે. આ પેકેજ બે થી ત્રણ ગણું હોઈ શકે છે.