શોધખોળ કરો

કોકિલાબેન અંબાણીએ પૌત્રના લગ્નમાં ગાયું પરંપરાગત ગુજરાતી ગીત, વાયરલ Video એ જીત્યા લોકોના દિલ 

સૌથી મોટા પૌત્રના લગ્ન પ્રસંગમાં અંબાણી પરિવારના વડા અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીએ પરંપરાગત લગ્ન ગીત ગાયું હતું.

આજના સમયમાં લગ્ન ભવ્યતા અને ધામધૂમ માટે જાણીતા છે, ત્યારે અંબાણી પરિવારની એક સાદગીની ઝલક સોશિયલ મીડિયા પર દિલ જીતી રહી છે. તેમના સૌથી મોટા પૌત્રના લગ્ન પ્રસંગમાં અંબાણી પરિવારના વડા અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીએ પરંપરાગત લગ્ન ગીત ગાયું હતું અને નવદંપતીને ખાસ રીતે આશીર્વાદ આપ્યા હતા.

વાયરલ વીડિયોમાં શું છે ?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કોકિલાબેન અંબાણી પરિવારના સભ્યો વચ્ચે બેઠા છે અને તેમના પૌત્ર વિક્રમ સાલગાંવકર માટે પરંપરાગત લગ્ન ગીત ગાતા જોવા મળે છે. વિક્રમ,  મુકેશ અંબાણીના બહેન દિપ્તી સાલગાંવકર અને તેમના પતિ દત્તારાજ સાલગાંવકરના દિકરા છે. ગીત દરમિયાન પરિવારના અન્ય સભ્યો તાળીઓ પાડીને તેમનો સાથ આપતા જોવા મળ્યા હતા. 

વીડિયોના બીજા ભાગમાં મુકેશ અંબાણી પણ જોવા મળી રહ્યા છે, તેઓ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની દિકરી વેદાને તેડી ઉભા  છે. બીજા એક વીડિયોમાં, નીતા અંબાણી કોકિલાબેન પાસે ઉભા રહીને ગીતનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. સાથે જ પરિવારની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સહિત પરિવારના અન્ય સભ્યો પણ આ ખાસ ક્ષણમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે.

અંબાણી પરિવાર તેની ભવ્ય અને આલીશાન લગ્નો માટે જાણીતો છે, પરંતુ આ સાદગી ભર્યા અને ભાવનાત્મક ક્ષણે લોકોને  ખાસ રીતે પ્રભાવિત કર્યા છે.  તેણે  તે યાદ અપાવ્યું કે લગ્ન ગમે તેટલા ભવ્ય કેમ ન હોય ભારતીય પરંપરાઓ અને વડીલોના આશીર્વાદ જ તેની સાચી ઓળખ છે.

સોશિયલ મીડિયા પર કેવી રહી પ્રતિક્રિયા ?

આ વીડિયો પર લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે અંબાણી પરિવાર તેમના મૂળ સાથે જોડાયેલો છે. બીજા યુઝરે કહ્યું કે તેઓ જાણે છે કે તેમના વારસાને સુંદર રીતે કેવી રીતે આગળ વધારવો. બીજા યુઝરે લખ્યું, "આ અદ્ભુત છે." અન્ય કોઈએ ટિપ્પણી કરી કે દરેક લગ્ન મહિલા સંગીત વગર અધૂરા લાગે છે. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી પણ શેર કર્યા.

કોણ છે વિક્રમ સાલગાંવકર ?

વિક્રમ સાલગાંવકરે  તેમના કરિયરની શરુઆત 2007 માં ન્યુ જર્સી સ્થિત મૈકિન્સે એન્ડ કંપનીમાં એસોસિયેટના રુપમાં કરી હતી. ત્યારબાદ તેમણે લગભગ બે વર્ષ સુધી રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કર્યું. હાલમાં તેઓ વીએમ સાલગાંવકર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે, જ્યાં તેઓ 2018 થી જોડાયેલા છે.

કંપનીના પોર્ટફોલિયોમાં ગોવા મૈરિયટ રિસોર્ટ એન્ડ સ્પા, ફેયરફીલ્ડ બાય મૈરિયટ ગોવા અને બ્લુ ટર્ટલ બીચ રેસ્ટોરન્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સમાવેશ થાય છે. વિક્રમે યુએસએની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) ની ડિગ્રી મેળવી છે.  આ વિડિયો ભલે એક અગ્રણી બિઝનેસ પરિવારના લગ્નનો હોય, પરંતુ તેની સાદગી અને ભાવનાત્મક જોડાણ તેને ખાસ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
SBI માં 444 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો પાકતી મુદતે કેટલી રકમ મળશે? જાણો ગણતરી
SBI માં 444 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો પાકતી મુદતે કેટલી રકમ મળશે? જાણો ગણતરી
5000 રુપિયાની  SIP થી બનશે 5 કરોડ, જાણો કઈ રીતે કામ કરશે સ્ટેપ-અપ ફોર્મ્યૂલા, સમજો કેલક્યુલેશન 
5000 રુપિયાની  SIP થી બનશે 5 કરોડ, જાણો કઈ રીતે કામ કરશે સ્ટેપ-અપ ફોર્મ્યૂલા, સમજો કેલક્યુલેશન 
રૂપિયાનું ઐતિહાસિક પતન: ડોલર સામે પહેલીવાર ₹92.05 ને પાર, જાણો કઈ વસ્તુઓ મોંઘી થશે?
રૂપિયાનું ઐતિહાસિક પતન: ડોલર સામે પહેલીવાર ₹92.05 ને પાર, જાણો કઈ વસ્તુઓ મોંઘી થશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
Embed widget