Bank FD Rates: કોટક બેંકમાં ખાતુ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ આ બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી છે અથવા કરાવાનો પ્લાન છે તો તમને વધુ વ્યાજનો ફાયદો મળી શકે છે. કોટક મહિન્દ્રા બેંકે એફડી વ્યાજ દરોમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વધારો બે કરોડ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝિટ પર કરવામાં આવ્યો છે. બેંકના આ નવા દરો 12 એપ્રિલથી લાગુ થયા છે.


25 બેસિસ પોઈન્ટનો એકસ્ટ્રા લાભ મળશે
કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ પ્રમાણે, બેંકે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. હવેથી તમારી એફડી પર 25 બેસિસ પોઈન્ટનો એકસ્ટ્રા ફાયદો થશે.


કેટલા દિવસની કરાવી શકાય છે એફડી?
તમને જણાવી દઈએ કે, બેંક સાત દિવસથી લઈને 10 વર્ષ સુધીની સુવિધા આપે છે. તેમા તમને 2.50 ટકાથી લઈને 5.60 ટકા સુધી વ્યાજનો ફાયદો મળશે. આ ઉપરાંત જો આપણે સિનિયર સિટીઝનની વાત કરીએ તો આ લોકોને 3 ટકાથી લઈને 6.10 ટકા સુધી વ્યાજ મળે છે. બેંક સિનિયર સિટીઝનને 50 બેસિસ પોઈન્ટનો ફાયદો આપે છે.


કેટલું મળશે વ્યાજ?
બેંક ગ્રાહકોને 7 દિવસથી 30 દિવસની એફડી પર 2.50 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 31 દિવસથી 90 દિવસની એફડી પર 2.75 ટકાના દરે વ્યાજ મળે છે. 91 દિવસથી 120 દિવસની એફડી પર 3 ટકાના દરે વ્યાજ મળશે. આ ઉપરાંત 121 દિવસથી 179 દિવસ સુધીની એફડી પર 3.50 ટકાના દરે વ્યાજ મળશે. આ ઉપરાંત જો તમે 180 દિવસથી લઈને 363 દિવસની એફડી કરાવો છો તો તમને 4.50 ટકા વ્યાજ મળશે.