kotak mahindra bank will charge fee per sms: બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. હવે બેંક SMS પણ મફત રહેશે નહીં! દરેક ટ્રાન્ઝેક્શન વિશે માહિતી આપતા સંદેશાઓ માટે તમારે થોડી ફી ચૂકવવી પડશે. કોટક મહિન્દ્રા બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે કે ડિસેમ્બર 2025થી ગ્રાહકો પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન એલર્ટ SMS માટે શુલ્ક લેવામાં આવશે. કોટલ મહિંદ્રા બેંકના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ઓપરેશનલ ખર્ચને આવરી લેવા અને ગ્રાહકોને સતત, સમયસર એકાઉન્ટ અપડેટ્સ પ્રદાન કરવા માટે લેવામાં આવ્યો છે.
કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું છે કે પ્રતિ SMS ₹0.15 (15 પૈસા) ફી વસૂલવામાં આવશે. જોકે, બેંકે ગ્રાહકોને દર મહિને 30 મફત SMS ચેતવણીઓ ઓફર કરી છે. આનો અર્થ એ છે કે દર મહિને પ્રથમ 30 ટ્રાન્ઝેક્શન એલર્ટ મફત હશે, પરંતુ જો આ મર્યાદા સમાપ્ય થઈ જાય તો બેંકને તમારે પ્રતિ SMS ₹0.15 ચૂકવવા પડશે.
આ SMS એલર્ટ કયા ટ્રાન્ઝેક્શન માટે દેખાશે ?
બેંકના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને તેમના બેંકિંગ વ્યવહારો વિશે માહિતી આપવા માટે SMS એલર્ટ મોકલવામાં આવે છે. આમાં શામેલ છે:
UPI, NEFT, RTGS, અને IMPS ટ્રાન્સફર
ATM ઉપાડ અથવા રોકડ વ્યવહારો
ચેક ડિપોઝિટ અથવા ક્લિયરન્સ અપડેટ્સ
ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ
અન્ય ખાતાઓ સંબંધિત નાણાકીય વ્યવહારો
SMS ચાર્જ ક્યારે માફ કરવામાં આવશે?
જો તમારા બચત અથવા પગાર ખાતામાં ₹10,000 કે તેથી વધુનું બેલેન્સ હોય તો SMS ચેતવણીઓ માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. જોકે, 811 ખાતાધારકો માટે, આ મર્યાદા ₹5,000 પર સેટ કરવામાં આવી છે. જો તમારું ખાતું આ માપદંડને પૂર્ણ કરે છે અથવા નિયમિત પગાર ક્રેડિટ ધરાવે છે તો તમારે SMS ચાર્જ વસૂલવા પડશે નહીં.
ડેબિટ કાર્ડ ફીમાં પણ ફેરફાર
કોટક મહિન્દ્રા બેંકે 1 નવેમ્બર, 2025 થી અમલમાં આવતા કેટલાક ડેબિટ કાર્ડ્સ માટેની ફીમાં સુધારો કર્યો છે. પ્રિવી લીગ બ્લેક મેટલ ડેબિટ કાર્ડ માટેની વાર્ષિક ફી 5,000 રૂપિયાથી ઘટાડીને 1,500 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે પ્રિવી લીગ બ્લેક મેટલ ડેબિટ કાર્ડ માટેની ફી 2,500 રૂપિયાથી ઘટાડીને 1,500 રૂપિયા કરવામાં આવી છે.