LIC IPO Share Listing: દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ આજે દલાલ સ્ટ્રીટમાં એન્ટ્રી કરી છે. LICના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયો છે. નબળા લિસ્ટિંગના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે અનેક પ્રકારના મિમ્સ બનાવીને પોસ્ટ કર્યા છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ
શેરબજારમાં તાજેતરની નબળાઈને જોતા નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અને શેરધારકોએ ગભરાવું જોઈએ નહીં અને તેમણે મધ્યમથી લાંબા ગાળા માટે LICના શેર રાખવા જોઈએ.
જાણો IPOની ખાસ વાતો
LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને તેના શેર 12 મેના રોજ બિડર્સને ફાળવવામાં આવ્યા હતા. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, કિંમતની શ્રેણી 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.