હવે નવી યોજનાઓ પર રિટર્ન ઓછું મળશે અને તેનું પ્રીમિયમ પણ વધી શકે છે. આ કારણોસર, એલઆઈસીના એજન્ટો ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલાં આ યોજનાઓમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે તેવી બજારમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે.
રેગ્યુલેટરી બોડી ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સને વધુ સારી બનાવવા માંગે છે. આ સાથે ગ્રાહકોને લાલચ આપીને ખોટી રીતે પોલીસી વેચવા પર લગામ લાગે તેવી સંભાવના છે. એલઆઈસી જે યોજનાઓ બંધ કરી રહી છે તેમાં નોન લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન, યૂનિટ લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન, એક રાઈડર પ્લાન અને ત્રણ નોન લિંક્ડ ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્લાન સામેલ છે.
એલઆઈસીની જે નોન લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન બંધ કરવા જઈ રહી છે તેમાં સિંગલ પ્રીમિયમ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ મનીબેક 20 યર્સ, ન્યૂ જીવન આનંદ, અનમોલ જીવન 2, લિમિટેડ પ્રીમિયમ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન, જીવન લક્ષ્ય, જીવન તરૂણ, જીવન લાભ, ન્યૂ જીવન મંગલ, ભાગ્ય લક્ષ્મી પ્લાન, આધાર સ્તંભ, આધાર શિલા, જીવન ઉમંગ, જીવન શિરોમણી, બીમા શ્રી અને એલઆઈસી માઈક્રો બચત, એલઆઈસીએ તેના યૂનિટ લિંક્ડ પ્લાન ન્યૂ એન્ડાઉમેન્ટ પ્લસને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એલઆઈસી પ્રીમિયમ વેવર બેનિફિટ રાઈડરને પણ ખતમ કરવામાં આવશે.