(સૂરજ ઓઝા)


FIR Against Google CEO: મુંબઈ પોલીસે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોર્ટના આદેશ બાદ પોલીસે કોપી રાઈટની કલમો હેઠળ પિચાઈ વિરુદ્ધ FIR નોંધી છે.


શું  છે મામલો?


ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુનીલ દર્શને કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે. જે બાદ કોર્ટે મુંબઈ પોલીસને કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ જ આદેશ બાદ MIDC પોલીસે પિચાઈ સહિત છ લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


અરજીકર્તાએ શું કહ્યું


ફરિયાદ કરનાર ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સુનીલ દર્શને કહ્યું કે તેણે પોતાની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'નો કોપીરાઈટ કોઈને આપ્યો નથી. તેમ છતાં આ ફિલ્મના ગીતો અને વીડિયો ઘણા લોકોએ ગૂગલ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હતા. તેણે કહ્યું કે જ્યારે ફિલ્મના ગીતો અને વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા ત્યારે યુટ્યુબ અને ગૂગલે પણ તેને અપલોડ કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.


ફરિયાદીની ફરિયાદના આધારે, સુંદર પિચાઈ ઉપરાંત, ગૌતમ આનંદ (યુટ્યુબના એમડી) સહિત અન્ય Google અધિકારીઓ સામે કોપીરાઈટની કલમ 51, 63 અને 69 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.




આ પણ વાંચોઃ નારંગી રંગની કોબીની ખેતી, 10 હજારના ખર્ચમાં થઈ શકે 80 હજારની કમાણી


આ છે ભારતની પ્રથમ મહિલા રાફેલ ફાઇટર જેટ પાયલટ, IAF ની ઝાંખીનો બની હિસ્સો


Republic Day 2022: મોદીએ ચૂંટણીવાળા કયા રાજ્યની પહેરી ટોપી ને ગમછો ? ટોપીમાં શું હતું ખાસ