XUV400 EV First Look: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક SUV XUV400નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ટ્વીટ કરીને મહિન્દ્રાની ઈલેક્ટ્રિક SUV XUV400ની પ્રથમ ઝલક આપી છે. મહિન્દ્રા 8 સપ્ટેમ્બર 2022ના રોજ આ બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરવા જઈ રહી છે.


આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે આજનો દિવસ ખૂબ જ શુભ છે, તેથી આ અવસર પર અમે તેના પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં તમારી સામે આવવા જઈ રહ્યું છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક SUV XUV400 (Mahindra XUV400 EV) 8 સપ્ટેમ્બરે લોન્ચ થશે.


મહિન્દ્રાએ યુકેમાં તેની આગામી ઇલેક્ટ્રિક SUVને પ્રમોટ કરવા માટે એક મોટી ઇવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં XUV 800, XUV 900 સામેલ છે. XUV 400 ટેસ્ટ ડ્રાઈવ હેઠળ હોવાનું માનવામાં આવે છે. મહિન્દ્રા ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ખૂબ જ ઉત્સાહ સાથે પ્રવેશ કરવા જઈ રહી છે.






અગાઉ જુલાઈ 2022માં મહિન્દ્રાના સ્કોર્પિયોના નવા વર્ઝનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. છે. મહિન્દ્રાના SUP Scorpio-N માટે બુકિંગ શરૂ થયાની 30 મિનિટની અંદર, 1 લાખ સ્કોર્પિયો વાહનોનું બુકિંગ થઈ ગયું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અનુસાર, જો બુક કરવામાં આવેલી નવી સ્કોર્પિયોની કુલ કિંમત 2.3 અબજ ડોલર એટલે કે 18,000 કરોડ રૂપિયા થાય છે. દેશમાં કોઈપણ વાહન બુક કરાવવાનો આ એક નવો રેકોર્ડ છે. કંપનીએ કહ્યું કે નવી Scorpio-Nની ડિલિવરી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે.