ચાઈલ્ડકેર બ્રાન્ડ Mamaearthનો IPO ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. ગઝલ અલઘની કંપની લાંબા સમયથી IPOની તૈયારી કરી રહી છે. હવે IPO લોન્ચ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, IPOનું કદ પહેલેથી જ લગાવવામાં આવેલા અંદાજ કરતાં ઘણું નાનું હશે.
Mamaearth બ્રાન્ડની મૂળ કંપનીનું નામ Honasa Consumer Private Limited છે. ગઝલ અલઘ અને તેના પતિ વરુણ અલઘ કંપનીના પ્રમોટર્સ છે. ગઝલ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ હતી. ETના અહેવાલ મુજબ, Mamaearthનો IPO 31 ઓક્ટોબરે લોન્ચ થવાનો છે. ગયા સપ્તાહની શરૂઆતમાં મિન્ટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મામાઅર્થનો IPO આ વર્ષે દિવાળી પહેલા બજારમાં આવી શકે છે.
કંપનીનું વેલ્યૂએશન
મિન્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Mamaearthના આઈપીઓમાં કંપનીનું વેલ્યુએશન 1.2 બિલિયનથી 1.4 બિલિયન ડોલર એટલે કે 10થી 12 હજાર કરોડ રૂપિયા હોઈ શકે છે. મામાઅર્થે અગાઉ પણ ગયા વર્ષે IPO લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કંપની 3 બિલિયન ડોલરથી વધુના વેલ્યૂએશન માટે પ્રયાસ કરી રહી હતી. મામાઅર્થની પેરેન્ટ કંપનીએ જાન્યુઆરી 2022માં યુનિકોર્ન ક્લબમાં પ્રવેશ કર્યો જ્યારે તેનું મૂલ્ય 1.2 બિલિયન ડોલર હતું.
અહેવાલમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે Mamaearthના આઈપીઓનું કદ 2000 રૂપિયા કરોડની આસપાસ હોઈ શકે છે. IPO માં ઓફર ફોર સેલ અને શેરના ફ્રેશ ઈશ્યુ બંનેનો સમાવેશ થઈ શકે છે. IPOમાં 15 થી 1600 કરોડ રૂપિયાના OFS અને આશરે 400 કરોડ શેરના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થવાની ધારણા હતી. જો કે હવે જે માહિતી સામે આવી છે તે સાવ અલગ છે.
ETના અહેવાલ મુજબ IPOમાં 365 કરોડના શેરના ફ્રેશ ઈશ્યુ થઈ શકે છે. ઓફર ફોર સેલ 41.25 મિલિયન શેરની હોઈ શકે છે. અગાઉ 46.82 મિલિયન શેર ઓએફએસમાં સામેલ થવાની ચર્ચા હતી. કંપની 30 ઓક્ટોબરે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કરશે અને પબ્લિક ઈશ્યુ 2 નવેમ્બરે બંધ થશે.