Mankind IPO Listing: મેનકાઇન્ડ ફાર્માના શેર્સે 9 મેના રોજ શેરબજારમાં જોરદાર લિસ્ટિંગ કર્યું છે. જેમાં કંપનીનો સ્ટોક NSE અને BSE પર રૂ. 1300ના ભાવે લિસ્ટિં થયો હતો, રૂ. 1,080 પ્રતિ શેરની ઇશ્યૂ કિંમતના 20 ટકા પ્રીમિયમ  પર લિસ્ટ થયો હતો. આમ રોકાણકારોને એક શેર પર 200 રૂપિયા જેટલો લિસ્ટિંગ ફાયદો થયો છે. 


શેર દીઠ રૂ. 220ની કમાણી


મેનકાઇન્ડ ફાર્માના IPOમાં, રોકાણકારોને રૂ. 1080ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 1300 પર લિસ્ટિંગ દ્વારા સંપૂર્ણ 20% નફો મળ્યો છે. શેર તેની ઇશ્યૂ કિંમતથી રૂ. 220ના વધારા સાથે ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં તે રૂ. 1367ની ઊંચી સપાટીએ ગયો અને તેનાથી રોકાણકારો ખુશ થયા છે.


મેનકાઇન્ડ ફાર્માના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. IPO કુલ 15.32 વખત સબસ્ક્રાઇબ થયો હતો. લાયકાત ધરાવતી સંસ્થાઓ માટે નિર્ધારિત ક્વોટા 49.16 ગણો, બિન-સંસ્થાકીય ખરીદદારોનો ક્વોટા 3.80 ગણો અને છૂટક રોકાણકારોનો ક્વોટા 0.92 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.


કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એક્સિસ કેપિટલ, IIFL સિક્યોરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ અને જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ મેનકાઇન્ડ ફાર્મા આઈપીઓના લીડ મેનેજર છે.


IPO સંપૂર્ણ ઓએફએસ હતો


આ સમગ્ર IPO OFS હતો. તેમાં કોઈ ફ્રેશ ઇશ્યૂ ન હતો. મેનકાઇન્ડ ફાર્માના IPOમાં 4 કરોડથી વધુ શેર જારી કરવામાં આવ્યા છે. જેમાં રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોરાએ ઓફર ફોર સેલ દ્વારા 1 કરોડથી વધુ શેર ઓફર કર્યા છે અને બાકીના શેર કેર્નહિલ CIPEF, Cairnhill CGPE, બેઝ અને લિંક ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા વેચવામાં આવ્યા છે.


આઇપીઓની હાઇલાઇટ્સ


IPOની પ્રાઇસ બેન્ડ 1026-1080 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
મેનકાઇન્ડ ફાર્માએ IPO દ્વારા રૂ. 4326.35 કરોડ એકત્ર કર્યા છે.
IPOની લોટ સાઈઝ 13 શેર છે.
મેનકાઇન્ડ ફાર્મા BSE અને NSE પર લિસ્ટ થશે.


કંપની બિઝનેસ


મેનકાઇન્ડ ફાર્મા દેશની ચોથી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે. કંપનીનું ફોકસ સ્થાનિક બજાર પર છે. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની 97.20 ટકા આવક માત્ર સ્થાનિક બજારમાંથી જ આવી હતી. એપ્રિલ-ડિસેમ્બર 2022ના નવ મહિનામાં કંપનીનો નફો 996.4 કરોડ રૂપિયા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 10 ટકા વધીને રૂ. 6697 કરોડ થઈ છે. કંપની મેનફોર્સ અને પ્રેગા ન્યૂઝ જેવી મોટી બ્રાન્ડની માલિકી ધરાવે છે.


મેનકાઇન્ડ ફાર્માની કેટલીક વધુ વિગતો જાણો


મેનકાઇન્ડ ફાર્મા દેશની એક મોટી ફાર્મા કંપની છે જે પ્રેગા ન્યૂઝ અને મેનફોર્સ કોન્ડોમ જેવા બ્રાન્ડ નામો હેઠળ કોન્ડોમ અને પ્રેગ્નન્સી કીટનું ઉત્પાદન કરે છે. તે ભારતની ચોથી સૌથી મોટી ફાર્મા કંપની છે. સમગ્ર દેશમાં તેના 25 થી વધુ ઉત્પાદન એકમો છે. જો આપણે કંપનીની કમાણી પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2022માં તે 6,385.38 કરોડથી વધીને 7,977.58 કરોડ થઈ હતી. આવી સ્થિતિમાં, વેચાણમાં વાર્ષિક ધોરણે 24.94 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.