Stock Market Closing, 18th April, 2023: શેર માર્કેટમાં આજે ફરી એકવાર સુસ્ત વેપાર જોવા મળ્યા છે, વૉલેટિલિટીની નીચે લાલ નિશાનમાં માર્કેટ આજે પણ બંધ થયુ હતુ. ફિન નિફ્ટ એક્સપાયરીના દિવસે માર્કેટમાં કામકાજ થતા જોવા મળ્યા હતા. આજે ઉતાર ચઢાવની વચ્ચે નિફ્ટી બેન્કનો ફ્લૉટ ક્લૉઝિંગ જોવા મળ્યુ હતુ, આજે માર્કેટમાં ફરી એકવાર કડાકો આવ્યો હતો, જેના કારણે માર્કેટમાં સેન્સેક્સ 184 પૉઇન્ટ તુટ્યો અને નિફ્ટી 17 હજારની નીચે બંધ રહ્યો હતો. જોકે, આ બધાની વચ્ચે આજે રિયલટી શેરોમાં ચમક જોવા મળી હતી. 

શેર માર્કેટમાં આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતુ. એફએમસીજી અને એનર્જી શેરોમાં પ્રૉફિટ બુકિંગના કારણે બજાર ઘટ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 184 પૉઈન્ટ ઘટીને 59,727 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 47 પૉઈન્ટના ઘટાડા સાથે 17,660 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટરોની સ્થિતિ 
આજના કારોબારમાં આઈટી, ફાર્મા, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એનર્જી, એફએમસીજી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, બજારમાં મિડકેપ અને સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 28 ઘટીને બંધ થયા હતા.. 

ઇન્ડેક્સનું નામ બંધ થવાનુ લેવલ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર
BSE Sensex 59,727.01 60,113.47 59,579.30 -0.31%
BSE SmallCap 28,247.45 28,322.16 28,183.90 0.00
India VIX 12.08 12.53 11.86 -1.55%
NIFTY Midcap 100 31,240.75 31,271.30 31,036.60 0.76%
NIFTY Smallcap 100 9,396.00 9,419.40 9,363.85 0.00
NIfty smallcap 50 4,302.90 4,314.50 4,280.70 0.01
Nifty 100 17,510.85 17,600.55 17,457.45 -0.19%
Nifty 200 9,203.20 9,237.90 9,173.10 -0.06%
Nifty 50 17,660.15 17,766.60 17,610.20 -0.26%


તેજીવાળા શેરો 
ગઈકાલના ઘટાડા બાદ આજે આઈટી શેરોમાં સ્થિરતા જોવા મળી હતી. એચસીએલ ટેક 1.99 ટકા, વિપ્રો 1.63 ટકા, નેસ્લે 1.63 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.90 ટકા, સન ફાર્મા 0.71 ટકા, મારુતિ સુઝુકી 0.66 ટકા, લાર્સન 0.49 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.43 ટકા, સ્ટેલ 0.4 ટકા. , SBI 0.33 ટકા વધીને બંધ થયો છે. જ્યારે પાવર ગ્રીડ 2.62 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.85 ટકા, રિલાયન્સ 1.13 ટકા, ટાઇટન કંપની 1.12 ટકા, HDFC 0.75 ટકા, બજાજ ફાઇનાન્સ 0.72 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપતિ વધી - 
આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિના આંકડામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન સોમવારે રૂ. 265.94 લાખ કરોડથી વધીને રૂ. 265.95 કરોડ થયું છે.