Stock Market Closing: આ સપ્તાહે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. માર્કેટમાં આ મોટા ઘટાડા માટે IT અને બેન્કિંગ સેક્ટરના શેરો જવાબદાર છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 159.21 પોઈન્ટ ઘટીને 59,567 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી 41 પોઈન્ટ ઘટીને 17,618 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

 

આઇટી, પાવર શેરોમાં મહત્તમ વેચવાલી

 બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. આઇટી, પાવર શેરોમાં મહત્તમ વેચવાલી જોવા મળી હતી જ્યારે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.5% થી વધુ નીચે બંધ થયો હતો. એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસીસ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને વિપ્રો નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યા હતા. જ્યારે BPCL, ડિવિસ લેબોરેટરીઝ, બજાજ ઓટો, એક્સિસ બેન્ક અને M&M નિફ્ટીના ટોચના ગેઇનર્સ રહ્યા.
 
સેક્ટોરલ મોરચે આઇટી ઇન્ડેક્સ 1 ટકા નીચે છે. તે જ સમયે, પાવર ઇન્ડેક્સમાં પણ 1 ટકાનો ઘટાડો થયો છે. જોકે મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને બંધ થયો છે. જ્યારે સ્મૉલકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનુ લેવલ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર
BSE Sensex 59,579.56 59,745.89 59,452.72 -0.25%
BSE SmallCap 28,275.61 28,391.53 28,258.19 0.00
India VIX 12.15 12.47 11.11 0.64%
NIFTY Midcap 100 31,211.25 31,361.40 31,173.90 -0.09%
NIFTY Smallcap 100 9,386.80 9,444.70 9,375.75 -0.10%
NIfty smallcap 50 4,277.00 4,319.25 4,271.15 -0.60%
Nifty 100 17,455.45 17,513.85 17,421.80 -0.32%
Nifty 200 9,176.85 9,206.80 9,160.60 -0.29%
Nifty 50 17,618.75 17,666.15 17,579.85 -0.23%

ટોપ ગેઈનર્સ


ટોપ લુઝર્સ


રાઇસ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો 

19 એપ્રિલના ટ્રેડિંગમાં રાઇસ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રિસર્ચ એજન્સી ફિચ સોલ્યુશન્સે તેના સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક બજારમાં ચોખાની ભારે અછત રહેશે. આ સમાચાર બાદ KRBL, LT ફૂડ્સ અને કોહિનૂર ફૂડ્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ, KRBLનો શેર NSE પર રૂ. 38.00 એટલે કે, 9.92 ટકા વધીને રૂ. 376.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, એલટી ફૂડ્સનો શેર રૂ. 6.15 એટલે કે 6.24 ટકાના વધારા સાથે રૂ. 104.70ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. કોહિનૂર ફૂડ્સનો શેર રૂ. 1.45 એટેલ કે, 4.94 ટકા વધીને રૂ. 30.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ક્ષેત્રની સ્થિતિ

આજે ફરી આઈટી સેક્ટરે બજારને નીચે લાવવામાં ભૂમિકા ભજવી છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.77 ટકાના ઘટાડા સાથે 26,687 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય બેન્ક નિફ્ટી, એફએમસીજી, એનર્જી, સેક્ટરના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરના શેરમાં થોડો વધારો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ નીચે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધ્યા હતા અને 31 શેર ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30માંથી 9 શેરો 21 ઘટીને બંધ થયા હતા.

આજે ફરી આઈટી સેક્ટરે બજારને નીચે લાવવામાં ભૂમિકા ભજવી છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.77 ટકાના ઘટાડા સાથે 26,687 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય બેન્ક નિફ્ટી, એફએમસીજી, એનર્જી, સેક્ટરના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરના શેરમાં થોડો વધારો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ નીચે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધ્યા હતા અને 31 શેર ઘટીને બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30માંથી 9 શેરો 21 ઘટીને બંધ થયા હતા.