Stock Market Opening: શેરબજાર ખુલ્યાના એક કલાકમાં જ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે અને NSE નિફ્ટીએ 23,420.35ની નવી રેકોર્ડ ઉંચાઇ હાંસલ કરી છે. તે 23,411.90ના તેના અગાઉના ઉચ્ચત્તમ સ્તરને પાર કરી ગયો છે. જો કે, સેન્સેક્સ (Stock Market) હજુ સુધી નવો હાઇ હાંસલ કરી શક્યો નથી અને આજે તે 76,967.73ની સપાટીએ પહોંચ્યો હતો, જે તેની 77,079ના હાઇ લેવલથી થોડા પોઇન્ટ પાછળ છે.


બજારની શરૂઆત કેવી રહી?


ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ છે અને આજે પણ બજારને આઈટી ઈન્ડેક્સથી સપોર્ટ મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ આઈટી ઈન્ડેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને બેન્ક નિફ્ટી પણ તેજી સાથે ખુલ્યો હતો. આજે ઓઇલ એન્ડ ગેસ સ્ટોક્સમાં વધારો થયો છે અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં વધારો ચાલુ છે. BSE સેન્સેક્સ 222.52 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 76,679 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 79.60 પોઈન્ટ અથવા 0.34 ટકાના વધારા સાથે 23,344 ના સ્તર પર ખુલ્યો હતો.


BSE માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર


BSEનું માર્કેટ કેપ 429.44 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે અને આ તેનું ઐતિહાસિક ઉચ્ચ સ્તર છે.


સેન્સેક્સ શેરોની સ્થિતિ


સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સનો શેર 1.40 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યો છે. HCL ટેક, વિપ્રો, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ અને ભારતી એરટેલના શેર પણ સૌથી વધુ ઉછાળો આવ્યો હતો. ઘટતા શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, એચયુએલ, આઇટીસી અને નેસ્લેના નામ સામેલ છે.


નિફ્ટી શેર અપડેટ


નિફ્ટીના 50માંથી 41 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 9 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. BPCL 2.04 ટકા અને ટાટા મોટર્સ 1.91 ટકા ઉપર છે. કોલ ઈન્ડિયાએ 1.85 ટકાનો વધારો નોંધાયો છે. એચસીએલ ટેક અને એલટીઆઈ માઇન્ડટ્રી 1.59 ટકાના સમાન વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


BSE શેર અપડેટ


હાલમાં BSE પર 3338 શેરોમાં ટ્રેડ થઇ રહ્યો છે. તેમાંથી 2508 શેરોમાં તેજી જોવા મળી છે. 729 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 101 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 165 શેરમાં અપર સર્કિટ છે અને 28 શેરમાં ઘટાડો છે. 142 શેર 52 સપ્તાહના હાઇ લેવલ પર છે અને 12 શેર નીચા સ્તરે છે.