નવી દિલ્હીઃ કાર નિર્માતા મારુતિ સુઝુકીએ પોતાની નવી કાર મૉડલ સ્વિફ્ટને રિલીઝ કરી દીધી છે. આ નવા વર્ઝનમાં કંપનીએ દમદાર ફિચર્સ આપ્યા છે, એટલુ જ નહીં આમાં કેટલીક ટેકનિકલ ખુબીઓ પણ સામેલ છે. ખાસ વાત છે કે આ નવા મૉડલમાં મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, સાથે મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા ફેસલિફ્ટ વર્ઝનમાં ક્રૂઝ કન્ટ્રૉલની સુવિધા પણ સામેલ છે.


આ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા મૉડલની ખાસિયતો....

- મારુતિ સુઝુકી સ્વિફ્ટના નવા ફેસલિફ્ટ મૉડલમાં નેક્સ્ટ જનરેશન કે-સીરીઝ 1.2 લીટર ડ્યૂઅલ જેટ વીવી એન્જિન આપવામાં આવ્યુ છે.
- આ ઉપરાંત એન્જિન સ્ટાર્ટ-સ્ટૉપ ટેકનિકને સામેલ કરવામાં આવી છે.
- નવા મૉડલની માઇલેજ પણ સારી એવી બતાવવામાં આવી રહી છે, જે 23.20 કિમી પ્રતિ લીટર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
- નવા ફિચર તરીકે ક્રૂઝ કન્ટ્રૉલને સામેલ કરવામાં આવ્યુ છે.
- સાથે જ મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ આપવામાં આવી છે.
- સાથે જ સિન્ક ઓટો ફૉલ્ડેબલ ઓઆરવીએમ પણ ગ્રાહકોને લોભાવશે.
- આ ઉપરાંત ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી પ્રૉગ્રામ દ્વારા પહાડી વિસ્તાર પર હિલ હૉસ્ટ આસિસ્ટન્ટ સામેલ કરવામાં આવ્યુ છે.

ખરેખરમાં મારુતિ સુઝુકીના સૌથી વધુ વેચાનારા મૉડલમાં સ્વિફ્ટ ખુબ લાંબા સમયથી સામેલ છે. સૌથી ખાસ વાત આની કિંમત છે, મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ફેસલિફ્ટની શરૂઆતી વર્ઝન એલએક્સઆઇની કિંમત 5.73 લાખ રૂપિયા રાખવામાં આવી છે. વળી ગાડીના ટૉપ મૉડલની કિંમત 8.41 લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી છે.

(પ્રતિકાત્મક તસવીર)