Meta Former Employee:  મેટાના કર્મચારીઓ હાલમાં છટણીનો સામનો કરી રહ્યા છે. જ્યાં એક ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ ખુલાસો કર્યો કે કંપનીની પહેલી મોટી છટણીની પૂર્વસંધ્યા પર કર્મચારીઓએ મફત મળતા નાસ્તા, પીણાં અને ચાર્જરથી પોતાની બેગ ભરી દીધી હતી. એડેલે વુએ આ દિવસને "Doomsday" તરીકે વર્ણવ્યો હતો.

Continues below advertisement

શું છે સમગ્ર ઘટના?

Continues below advertisement

તાજેતરમાં મેટાની ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. તેમણે જણાવ્યું કે  2022માં જ્યારે કંપનીના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 11,000 નોકરીઓનો કાપ મુકવામાં આવ્યો હતો ત્યારે કર્મચારીઓ ખૂબ જ હચમચી ગયા હતા.

તેમણે જણાવ્યું કે 2021ની તુલનામાં ટેક જાયન્ટ હજુ પણ કંપનીની અંદરના તણાવપૂર્ણ વાતાવરણને બદલવામાં અસમર્થ છે. તેણે વધુમાં જણાવ્યું કે છટણી કંપનીના મેટાવર્સ પ્રોજેક્ટમાં નોંધપાત્ર નુકસાન અને ત્યારબાદ AI અને ઓટોમેશનમાં વધેલા રોકાણને કારણે થઈ હતી.

આ પણ વાંચોઃ ટાટાની આ કંપનીમાં પગાર વધારાની જાહેરાત, સરેરાશ 5% વધ્યો, પણ કેટલાક કર્મચારીનો પગાર ઘટ્યો!

ભૂતપૂર્વ કર્મચારીએ તેની પોસ્ટમાં શું લખ્યું?

એટલું જ નહીં, તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે "મેટામાં મારા છેલ્લા વર્ષ દરમિયાન લગભગ 4-5 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જોકે, 20 મેના રોજનો છટણી અત્યાર સુધીની સૌથી મોટી છટણીઓમાંનો એક હતી." તેમણે આગળ લખ્યું કે "મને યાદ છે કે પહેલી મોટી છટણી પહેલાની રાત્રે વાતાવરણ ભયાનક હતું. "લોકો મફત નાસ્તા, પીણાં અને ચાર્જરથી તેમના બેગ ભરી રહ્યા હતા." દરમિયાન, તેમણે યુઝર્સને વધુમાં માહિતી આપી કે મોટી IT કંપનીઓમાં કામ કરવા માટે આ ખૂબ જ વિચિત્ર સમય છે.

બીજી બાજુ એડેલે વુની પોસ્ટ પછી મેટા સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ થવા લાગ્યું. તેની પોસ્ટ પર ટિપ્પણી કરતા ઘણા અન્ય કર્મચારીઓએ પોતાનું દુઃખ શેર કર્યું. એક વ્યક્તિએ લખ્યું, "મેં અહીં દરેક છટણી જોઈ છે. કંપનીમાં હાલમાં ઘણી ચિંતા અને રોષ છે. મને 2021ની યાદ આવે છે. માત્ર એટલું જ નહીં, બીજા એક યુઝરે તો શેર કર્યું કે તેમની ટીમના એક સભ્યને બિઝનેસ ટ્રીપ દરમિયાન અધવચ્ચેથી જ કાઢી મૂકવામાં આવ્યો હતો, જેના પછી તેઓને કામ કરવાની ઇચ્છા સંપૂર્ણપણે રીતે સમાપ્ત થઈ ગઈ છે.