શોધખોળ કરો

મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

મધ્ય પૂર્વમાં ઉભરી રહેલી અસ્થિર પરિસ્થિતિએ સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટને બગાડવાનું કામ કર્યું છે. અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે પણ બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જેના પરિણામે રોકાણકારોને ભારે નુકસાન થયું.

Indian Stock Market Weekly Loss: મિડિલ ઈસ્ટમાં પેદા થયેલા વાતાવરણે વૈશ્વિક સહિત ભારતીય ઘરેલું બજારના વલણને ખરાબ કરવાનું કામ કર્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 1470.50 પોઈન્ટના ઘટાડા સાથે 74,563.92 પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી 50 488.05 પોઈન્ટ ઘટીને 23,151.10 ના સ્તરે બંધ થયા હતા. ડરના આ વાતાવરણ વચ્ચે રોકાણકારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ચાલો જાણીએ આ વિષે વિગતે...

રોકાણકારોને થયું તગડું નુકસાન

બજારમાં ચાલી રહેલા આ ઘટાડાથી રોકાણકારોને જબરદસ્ત નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આંકડાઓની વાત કરીએ તો, આ સપ્તાહે રોકાણકારોને કુલ 19.86 લાખ કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. માત્ર શુક્રવારના ટ્રેડિંગ દિવસે જ રોકાણકારોના 10.24 લાખ કરોડ રૂપિયા માર્કેટમાંથી સાફ થઈ ગયા.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષની અસરની વાત કરીએ તો, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી રોકાણકારોને 33.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે રોકાણકારોમાં ચિંતા છે અને આગળની અનિશ્ચિતતાને લઈને પણ સંશય બનેલો છે.

આ સેક્ટરોમાં વેચવાલીનું દબાણ રહ્યું

આ અઠવાડિયે શેરબજારમાં ઘણા સેક્ટરો પર દબાણ જોવા મળ્યું. જેમાં સૌથી વધુ ઘટાડો ઓટો સેક્ટરમાં નોંધાયો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન ઓટો સેક્ટર આશરે 10.64 ટકા તૂટી ગયું. જેના કારણે ઓટો ઈન્ડેક્સ 26,770 અંકથી ઘટીને લગભગ 24,195 ના સ્તર સુધી આવી ગયો. વેચવાલીના દબાણે ઓટો સેક્ટર પર સૌથી વધુ અસર છોડી છે.

ઓટો પછી ઘટાડાની બાબતમાં PSU બેંક સેક્ટર બીજા ક્રમે રહ્યું, જેમાં આશરે 7.27 ટકાની નબળાઈ આવી. આ ઉપરાંત મેટલ સેક્ટર 5.90 ટકા, રિયલ એસ્ટેટ 4.35 ટકા, ઓઈલ એન્ડ ગેસ 4.25 ટકા અને આઈટી સેક્ટરમાં લગભગ 3.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વિદેશી રોકાણકારો સતત બનાવી રહ્યા છે અંતર

અનિશ્ચિતતા ભરેલા વાતાવરણ વચ્ચે વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારથી અંતર બનાવી રહ્યા છે. શુક્રવાર 13 માર્ચે પણ વિદેશી રોકાણકારો તરફથી જોરદાર વેચવાલી જોવા મળી હતી. ઉપલબ્ધ આંકડા મુજબ FPI અને FII એ તે દિવસે આશરે 10,716.64 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. આ છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં કોઈ એક દિવસની સૌથી મોટી વેચવાલી માનવામાં આવે છે.

આખા સપ્તાહના આંકડાઓની વાત કરીએ તો, વિદેશી રોકાણકારોનું વલણ વેચવાલી તરફ જ રહ્યું. તેમણે કુલ મળીને લગભગ 36,071 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર વેચ્યા. જોકે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ બજારને થોડો ટેકો આપ્યો અને આ સમયગાળા દરમિયાન આશરે 37,740 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી. તેમ છતાં શેરબજારને ટેકો મળ્યો નહીં અને પ્રમુખ ઈન્ડેક્સ ટામેટાની જેમ લાલ થઈ ગયા.

ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી રહી છે. અહીં જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com તરફથી કોઈને પણ પૈસા લગાવવાની અહીં ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
10000 ની SIP અને 8 કરોડનું ફંડ: રિટાયરમેન્ટ પ્લાનિંગનો આ સુપર ફોર્મ્યુલા તમને બનાવી દેશે કરોડપતિ
10000 ની SIP અને 8 કરોડનું ફંડ: રિટાયરમેન્ટ પ્લાનિંગનો આ સુપર ફોર્મ્યુલા તમને બનાવી દેશે કરોડપતિ
EPFO KYC Update: KYC અપડેટ કર્યા વિના નહીં ઉપાડી શકાય PFના રૂપિયા, EPFOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધા
EPFO KYC Update: KYC અપડેટ કર્યા વિના નહીં ઉપાડી શકાય PFના રૂપિયા, EPFOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધા
મોંઘવારી ભથ્થું તો વધ્યું પણ 3 મહિનાના બાકી પગાર ક્યારે મળશે? ₹18,000 થી ₹1.5 લાખ સુધીનું સંપૂર્ણ ગણિત જાણો
મોંઘવારી ભથ્થું તો વધ્યું પણ 3 મહિનાના બાકી પગાર ક્યારે મળશે? ₹18,000 થી ₹1.5 લાખ સુધીનું સંપૂર્ણ ગણિત જાણો
Advertisement

વિડિઓઝ

Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો
Ahmedabad Local Body Election : અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું સ્ફોટક નિવેદન
Gujarat Weather Forecast: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : ધૂણતી રાજનીતિ!
Hun To Bolish : હું તો બોલીશ : ન ભૂલતા મતદાતાનું ઋણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી
Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
gujarat local body election 2026: MLA અમિત ઠાકરનું આક્રમક નિવેદન, 'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'
gujarat local body election 2026: MLA અમિત ઠાકરનું આક્રમક નિવેદન, 'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે MG Majestor, ટોયોટા ફોર્ચ્યુનરને આપશે સીધી ટક્કર, જાણો ખાસિયત
ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે MG Majestor, ટોયોટા ફોર્ચ્યુનરને આપશે સીધી ટક્કર, જાણો ખાસિયત
Embed widget