Mutual fund SIP: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે આર્થિક સ્વતંત્રતા (Financial Freedom) હોય અને તે કરોડપતિ બને. આ સપનું પૂરું કરવું અશક્ય નથી, માત્ર જરૂર છે નાણાકીય શિસ્ત અને યોગ્ય આયોજનની. જો તમે તમારી રોજિંદા ખર્ચમાંથી માત્ર થોડી રકમ બચાવીને મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Funds) રોકાણ કરવાનું શરૂ કરો, તો ચક્રવૃદ્ધિ વ્યાજની મદદથી તમે મોટી સંપત્તિ બનાવી શકો છો. અહીં અમે તમને એક એવી ફોર્મ્યુલા વિશે જણાવીશું, જેના દ્વારા રોજ માત્ર 300 રૂપિયાની બચત તમને ભવિષ્યમાં કરોડપતિ બનાવી શકે છે.

Continues below advertisement

નાની બચત, મોટું ફંડ: SIP ની તાકાત

જો તમારી ઉંમર અત્યારે 25 વર્ષની છે અને તમે નોકરીની શરૂઆત કરી છે, તો આ સમય રોકાણ (Investment) માટે શ્રેષ્ઠ છે. તમારે માત્ર એક નિયમ બનાવવાનો છે - રોજના 300 રૂપિયા બચાવવા. ભલે આ રકમ નાની લાગે, પરંતુ મહિનાના અંતે તે 9,000 રૂપિયા થાય છે. તમારે આ રકમ 'સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન' એટલે કે SIP (Systematic Investment Plan) દ્વારા સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકવાની છે. શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ લાંબા ગાળે આ પદ્ધતિ સૌથી સુરક્ષિત અને વધુ વળતર આપનારી માનવામાં આવે છે.

Continues below advertisement

21 વર્ષનું ગણિત અને ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ

કરોડપતિ બનવા માટે તમારે 21 વર્ષ સુધી સતત રોકાણ ચાલુ રાખવું પડશે. ચાલો આ ગણિતને વિગતવાર સમજીએ:

માસિક રોકાણ: ₹9,000

સમયગાળો: 21 Years

અંદાજિત વળતર (Return): 12% (વાર્ષિક)

આ ગણતરી મુજબ, 21 વર્ષમાં તમારું કુલ મૂડી રોકાણ ₹2,268,000 થશે. પરંતુ અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) પોતાનો કમાલ બતાવશે. તમને વ્યાજ તરીકે અંદાજે ₹7,980,068 મળશે. આમ, મુદત પૂરી થતા તમારા હાથમાં કુલ ફંડ અંદાજે ₹1,02,48,068 (1.02 કરોડ) આવશે.

વહેલા કરોડપતિ બનવા શું કરવું? (Step-up SIP)

જો તમે 21 વર્ષની રાહ જોવા નથી માંગતા અને 20 વર્ષ પહેલા જ આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે 'સ્ટેપ-અપ SIP' (Step-up SIP) નો વિકલ્પ પસંદ કરવો જોઈએ. એટલે કે, જેમ જેમ તમારો પગાર વધે, તેમ તેમ દર વર્ષે તમારી રોકાણની રકમમાં થોડો વધારો કરો. આ નાનકડો વધારો તમારા ફંડને અનેકગણું વધારી શકે છે.

ડિવિડન્ડ રી-ઈન્વેસ્ટમેન્ટ પ્લાનનો ફાયદો

રોકાણકારો માટે 'ડિવિડન્ડ રી-ઈન્વેસ્ટમેન્ટ પ્લાન' (DRIP) પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજના હેઠળ, મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતા નફા કે ડિવિડન્ડ (Dividend) ને વાપરવાને બદલે તેને ફરીથી સ્કીમમાં રોકી દેવામાં આવે છે. જેનાથી તમારી મુળ રકમ સતત વધતી રહે છે અને તેના પર મળતું વળતર પણ વધે છે. સામાન્ય રીતે ફંડના પ્રકાર મુજબ વાર્ષિક 2% થી 6% સુધીનો વધારાનો લાભ આ રીતે મેળવી શકાય છે.