N Chandrasekaran Resign:  ટાટા ગ્રુપ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એન. ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે 18 ઓગસ્ટે ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા આ પગલું ભર્યું છે. ટાટા સન્સના ચેરમેન તરીકે ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027 સુધી છે અને જાણકારી અનુસાર, તેઓ તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરશે પરંતુ ફરીથી નિમણૂકની માંગ કરશે નહીં. 

Continues below advertisement

નોંધનીય છે કે ટાટા સન્સે એન. ચંદ્રશેખરનને ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. આનું કારણ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાના વાંધાને ગણાવવામાં આવ્યું હતું. ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ 2009માં TCSના CEO બન્યા અને 2017માં ટાટા સન્સના ચેરમેનની ભૂમિકા સંભાળી. અગાઉ, 12 ઓગસ્ટના રોજ, અહેવાલો બહાર આવ્યા હતા કે તેમણે 18 ઓગસ્ટની AGM પહેલાં પદ છોડવાની શક્યતા અંગે નજીકના સહયોગીઓ સાથે ચર્ચા કરી હતી.

Continues below advertisement

તેઓ તાત્કાલિક પદ છોડશે નહીં.

આ બાબતથી જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે ચંદ્રશેખરન તાત્કાલિક પદ છોડશે નહીં. તેઓ તેમનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી 2027 સુધી પૂર્ણ કરશે. એન. ચંદ્રશેખરન 2017થી ટાટા સન્સના ચેરમેન છે. આ પહેલા તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના CEO તરીકે સેવા આપી હતી. તેઓ 1987માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા.

ચંદ્રશેખરનના કાર્યકાળ અંગે મતભેદો

ચંદ્રશેખરનના આગામી કાર્યકાળ અંગે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે મતભેદો ઉભા થયા. આ વર્ષના ફેબ્રુઆરીમાં ચંદ્રશેખરનની ચેરમેન તરીકે પુનઃનિયુક્તિ અંગેનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ તેમની ફરીથી નિમણૂકનો વિરોધ કર્યો હતો. અહેવાલો અનુસાર, નોએલ ટાટા ઇચ્છતા હતા કે ટાટા સન્સ ક્યારેય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ ન થાય, પરંતુ ચંદ્રશેખરન આ શરત સાથે અસંમત હતા. બોર્ડ પ્રતિનિધિત્વ અંગે પણ બંને પક્ષો વચ્ચે મતભેદ હતા.

નોંધનીય છે કે ટાટા સન્સ 400 બિલિયન ડોલરના ટાટા ગ્રુપની પ્રાથમિક હોલ્ડિંગ કંપની છે. તે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટાટા મોટર્સ અને એર ઇન્ડિયા સહિત 30થી વધુ કંપનીઓનું નિયંત્રણ કરે છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સ 66% હિસ્સો ધરાવે છે.