Credit Card rules update: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માર્ગદર્શિકામાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 1 જૂલાઈ 2022થી અમલમાં આવશે. આમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આરબીઆઈએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો રાજ્ય સહકારી અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો સિવાય તમામ બેંકો પર લાગુ થશે. ક્રેડિટ કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શિકા આવતા મહિનાથી લાગુ થશે.
આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 1 જૂલાઈથી કોઈપણ બેંક કે ક્રેડિટ કાર્ડ જાહેર કરતી કંપની ગ્રાહકોની સહમતિ વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં. જો આવું થશે તો કાર્ડ જાહેર કરનાર કંપનીને દંડ ફટકારવામાં આવશે.
બેંકોએ જણાવવાનું રહેશે કે ગ્રાહકોને કોઈ ખોટું બિલ મોકલવામાં નહીં આવે. જો આવું થશે તો કાર્ડ જાહેર કરતી સંસ્થાઓએ આ અંગે જવાબ આપવો પડશે. કાર્ડધારકને ફરિયાદની તારીખથી વધુમાં વધુ 30 દિવસની અંદર જવાબ આપવાનો રહેશે.
હવે બિલિંગ સાયકલ 11 થી શરૂ થશે
ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીનો સમય બિલ જનરેટ થયા પછી નક્કી કરવામાં આવે છે, પરંતુ હવે 1 જુલાઈ, 2022થી તમારા ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ મહિનાની 11મી તારીખથી શરૂ થઈને આગામી મહિનાની 10મી તારીખ સુધી રહેશે.
ખોટું બિલ ન મોકલી શકાશે નહીં.
ક્રેડિટ કાર્ડ જાહેર કરતી સંસ્થાએ ખાતરી કરવી પડશે કે ગ્રાહકોને કોઈ ખોટું બિલ મોકલવામાં ન આવે. જો આવું થશે તો સંસ્થાઓએ આ અંગે જવાબ આપવો પડશે. કાર્ડધારકને ફરિયાદની તારીખથી વધુમાં વધુ 30 દિવસની અંદર પુરાવા સાથે જવાબ આપવાનો રહેશે.
કંપનીને દરરોજ 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે
કાર્ડ સંસ્થા સમયસર ગ્રાહકોને બિલ સ્ટેટમેન્ટ મોકલે છે. ઉપરાંત, ગ્રાહકોને ચૂકવણી કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. તે પછી જ વ્યાજ વસૂલવું જોઈએ. ક્રેડિટ કાર્ડ રજૂકર્તાની વિનંતી પર કાર્ડને 7 દિવસની અંદર બંધ કરવું પડશે. ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને તરત જ ઈમેલ, એસએમએસ દ્વારા તેની જાણ કરવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો કંપનીને દરરોજ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પરંતુ કાર્ડ પર કોઈ બાકી બેલેન્સ ન હોય તો આ લાગુ થશે.