વાયરલ તસવીરમાં નીતા અંબાણી સાથે બોલિવૂડ હિરોઈન કરિશ્મા અને કરિના કપૂર પણ જોવા મળી રહ્યા છે. આ ફોટોનાં 10 દિવસ બાદ નીતા અંબાણીની બેગ ચર્ચામાં આવી છે. લોકો આ બેગને લઈને વાતો કરી રહ્યાં છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેગમાં 200થી વધારે તો હિરા જડેલા છે અને આ બેગની કિંમત છે 2.6 કરોડ રૂપિયા છે. આ બેગને હર્મ્સ હિમાલયા બિર્કિન બેગ કહેવામાં આવે છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણીના હાથમાં એક બેગ છે. મળતી માહિતી પ્રમાણે હર્મ્સ હિમાલયા બિર્કિન બેગમાં 18 કેરેટ ગોલ્ડ હાર્ડવેયર પર 240 હિરા જડેલા હોય છે.
ઉલ્લેખનીય છે કે આ ફોટો નીતાના લંડન પ્રવાસ દરમિયાનનો છે. હાલમાં જ તે લંડન ભારત પાકિસ્તાનનો મેચ જોવા માટે પહોંચ્યા હતા એ દરમિયાન તેણે કરિશ્મા અને કરિના સાથે મુલાકાત કરી હતી. આ ફોટો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.