Sawan IRCTC: ભારતમાં રહેતા મોટા ભાગના હિંદુઓ પવિત્ર શ્રાવણ મહિનામાં 'નોન-વેજ' ખાતા નથી. શ્રાવણના દરેક સોમવારે પણ ભક્તો ઉપવાસ રાખે છે. શ્રાવણને લઈને રેલવેના ફૂડ મેનુ સાથે જોડાયેલા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રાવણ દરમિયાન મુસાફરોને ટ્રેનોમાં નોન-વેજ ફૂડ નહીં મળે. આવો તમને જણાવીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે.


IRCTCએ ટ્વીટ કરીને આવા દાવાઓને નકાર્યા છે. એવા અહેવાલો હતા કે 'શ્રાવણ' મહિનામાં બિહારમાં મુસાફરોને માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારના ભાગલપુરમાં IRCTCએ જાહેરાત કરી છે કે 'શ્રાવણ' દરમિયાન ટ્રેનોમાં મુસાફરોને માત્ર શાકાહારી ભોજન આપવામાં આવશે.


આ અહેવાલો વાયરલ થયા પછી, IRCTCએ ટ્વીટ કરીને આ દાવાઓને નકારી કાઢ્યા. IRCTCએ કહ્યું કે વિભાગ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. IRCTCએ ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ યુનિટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે.


વાયરલ મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ વગર ભોજન પીરસવામાં આવશે. ફળો પણ આપવામાં આવશે. આ વ્યવસ્થા શ્રાવણ માસ દરમિયાન લાગુ રહેશે. શ્રાવણ શરૂ થતાની સાથે જ 4 જુલાઈથી માંસાહારી ભોજન બંધ કરી દેવામાં આવશે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે. IRCTCએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.






આઈઆરસીટીસીએ ટ્વીટર પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, IRCTC દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ યુનિટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે.


જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારે રેલવે સ્ટેશન પર જ રોકાવું હોય તો તમને સ્ટેશન પર જ રૂમ મળી જશે. તમારે કોઈ હોટેલ કે ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. તો ચાલ જાણીએ કે કેટલા રૂપિયામાં અને કેવી રીતે ટિકિટ બુક કરાવી શકશો. રેલવે સ્ટેશન પર મુસાફરોને રહેવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને રૂમની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હશે. એક રાત માટે રૂમ બુક કરાવવા તમારે 100 રૂપિયાથી 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.




Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial