LPG સિલિન્ડર બુકીંગ કરાવવામાં તમને કેશબેકનો લાભ મળી શકે છે. આ લાભ તમને 1 ડિેસેમ્બર સુધી મળશે. તેના માટે સિલિન્ડર બુક કરાવીને Amazon payથી પેમેન્ટ કરવાનું રહેશે. Amazon pay પર પ્રથમ વખત બુકિંગ કરાવવા પર 50 રૂપિયા કેશબેક મળશે. જોકે આ કેશબેકનો લાભ માત્ર એક જ વખત મળશે.


આ માટે ગ્રાહકોએ એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યાર બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઈડરની પસંદગી કરવાની રહેશે અને અહીં પોતાનો રજિસ્ટર્જડ મોબાઈલ નંબર અથવા એલપીજી નંબર નાંખવાનો રહેશે. આ માટે ગ્રાહકે એમેઝોન પેના માધ્યમથી જ પેમેન્ટ કરવાનું રહેશે.

નોંધનીય છે કે, આ પહેલા ઇન્ડેને એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવો નંબર જાહેર કર્યો હતો. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય.