E Aadhaar Card: આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ સરકારી યોજનાઓ અને અન્ય લાભો મેળવવા માટે ડિજિટલ ઓળખ પુરાવા તરીકે પણ થાય છે. જો  આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમને સરકારી સેવાઓનો લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને તાત્કાલિક આધાર કાર્ડની જરૂર હોય અને તમારી પાસે આધાર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) કાર્ડધારકોને ફરીથી આધાર બનાવવાની સુવિધા પૂરી પાડે છે.


કોઈપણ વ્યક્તિ જે તેનો આધાર નંબર જાણે છે તે UIDAI વેબસાઈટ અથવા mAadhaar એપ પરથી તેનો ઈ-આધાર  ડાઉનલોડ કરી શકે છે.


UIDAI વેબસાઇટ myaadhaar.uidai.gov.in/ પર જાઓ.


'ડાઉનલોડ આધાર' પર ક્લિક કરો.


તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.


તમને 4 અંકનો OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.


OTP દાખલ કરો અને 'સબમિટ' પર ક્લિક કરો.


તમારું ઈ-આધાર PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.


ભવિષ્યના ઉપયોગ માટે PDF ફાઇલ સાચવો.


પીવીસી આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું ?


હવે કોઈપણ પોતાના આધાર કાર્ડને PVC કાર્ડમાં ઓનલાઈન કન્વર્ટ કરી શકશે. તમે UIDAIની વેબસાઈટ પર જઈને 50 રૂપિયાની ફી ભરીને PVC આધાર કાર્ડ મંગાવી શકો છો.


UIDAI વેબસાઇટ atuidai.gov.in/ પર જાઓ અને માય આધાર ટેબ પર ક્લિક કરો. પછી Order Aadhaar PVC કાર્ડ પર ક્લિક કરીને ઓર્ડર આપો.


તમે સરળતાથી નવો નંબર આધારકાર્ડમાં એડ કરી શકો છો


તમને જણાવી દઈએ કે UIDAI તેના યૂઝર્સને ઘણી એવી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં તમે ઘરે બેઠા જ આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ અપડેટ કરી શકો છો. પરંતુ, જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. સર્વિસ સેન્ટર પર જઈને તમે માત્ર 50 રૂપિયાની ઓનલાઈન ફી ભરીને તમારો નવો નંબર આધાર કાર્ડમાં ઉમેરી શકો છો.


નવો નંબર ઉમેરવા માટે, પહેલા આધાર સેવા કેન્દ્ર પર જાઓ. હવે તમને અહીં આધાર સુધારણા ફોર્મ આપવામાં આવશે. આમાં તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી જેમ કે નામ, આધાર નંબર અને મોબાઈલ નંબર ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવા મોબાઈલ નંબરને અપડેટ થવામાં ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગશે. સુધારણા પછી, એક નવું આધાર તમારા પોસ્ટલ સરનામાં પર મોકલવામાં આવશે.