P&G to invest in Gujarat: પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં નવું અત્યાધુનિક પર્સનલ હેલ્થકેર ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂ. 2000 કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ રોકાણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગમાં પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ એલવી વૈદ્યનાથન દ્વારા કરવામાં આવી હતી. આ એકમ દેશમાં 8 પ્લાન્ટની પીએન્ડજી ઈન્ડિયાની મોજૂદ ઉત્પાદન પહોંચની ટોચ પર નિર્માણ કરાશે અને ગુજરાતમાં મોજૂદ હાજરીને વિસ્તારશે. પીએન્ડજીએ અમદાવાદના સાણંદમાં 2015થી અત્યાધુનિક ઉત્પાદન એકમ શરૂ કરી દીધું છ.
નવું અત્યાધુનિક ઉત્પાદન એકમ ખાસ કરીને ડાઈજેસ્ટિવ્ઝ સહિત પીએન્ડજીની વૈશ્વિક હેલ્થકેર પ્રોડક્ટના પોર્ટફોલિયોનો હિસ્સો પ્રોડક્ટોનું ઉત્પાદન કરશે. આ એકમ આગામી થોડાં વર્ષોમાં કાર્યરત થશે અને વૈશ્વિક સ્તરે પીએન્ડજી માટે નિકાસ કેન્દ્ર બનવા માટે સુસજ્જ છે, કારણ કે તે પીએન્ડજી ઈન્ડિયાને દુનિયાભરના ગ્રાહકોને સેવા આપવામાં મદદ કરશે. આ રોકાણ સાથે પીએન્ડજી ઈન્ડિયા સેંકડો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓ નિર્માણ કરવામાં મદદ કરીને સ્થાનિક અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રીતે ગતિ આપશે.
આ રોકાણ પીએન્ડજીની ભારતના વૃદ્ધિના પ્રવાસમાં ભાગીદારી પર એકધારી એકાગ્રતા અને તેના ગ્રાહકો, ઉપભોક્તાઓ અને સમુદાયની જરૂરતોને ઉત્તમ રીતે પહોંચી વળવા માટે તેની સપ્લાય ચેઈનની સતત ઉત્ક્રાંતિ અને પરિવર્તન કરવા માટે તેની કટિબદ્ધતા દર્શાવે છે. ફક્ત એક દાયકામાં પીએન્ડજીએ દેશમાં તેની કામગીરીઓ થકી લગભગ રૂ. 8200 કરોડ (1 અબજ યુએસ ડોલર)નું રોકાણ કર્યું છે.
CM ભુપેન્દ્ર પટેલે શું કહ્યું
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, નવા પ્રોજેક્ટની શરૂઆત બદલ પીએન્ડજી ઈન્ડિયાને હું અભિનંદન પાઠવું છું. આ રાજ્ય અને દેશમાં પીએન્ડજીની યાત્રામાં તે એક નવું સિમાચિન્હ છે. આ ફેકટરી એક નિકાસ કેન્દ્ર પણ હશે અને સ્થાનિક લોકોને તેનાથી જે મોકો મળશે, તેનું અમે સ્વાગત કરીએ છીએ. ગુજરાત અને પીએન્ડજી ઈન્ડિયાનો સંબંધ લાંબા સમયથી છે, જે સાણંદમાં તેમના વર્તમાન પ્રોજેકટથી મોજુદ છે. અમારા રાજ્યમાં તેમની કામગીરીનું વિસ્તરણ ઉદ્યોગોને ગુજરાતથી મળવાપાત્ર અસીમ ક્ષમતા, અવસરો અને સહયોગનું પ્રમાણ છે.
પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ એલ વી વૈદ્યનાથને શું કહ્યું
પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ એલ વી વૈદ્યનાથને જણાવ્યું હતું કે, “પીએન્ડજીમાં અમે ભારતની વૃદ્ધિના પ્રવાસમાં ભાગીદારી કરવા માટે કટિબદ્ધ છીએ અને વર્ષોનાં વહાણાં વીતવા સાથે વૃદ્ધિ માટે બળ તરીકે અને સારપ માટે બળ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતમાં નવું ઉત્પાદન એકમ દેશ પ્રદાન કરે તે ભરપૂર વૃદ્ધિની સંભાવનામાં અમારા વિશ્વાસનો દાખલો છે. અમે રાજ્ય, દેશ અને તેના લોકોની વૃદ્ધિ માટે અમારી આપસી કટિબદ્ધતા આલેખિત કરતી પ્રેરણાત્મક ચર્ચા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ માટે આભાર માનીએ છીએ. અત્યાધુનિક એકમ સાથે અમારો હેતુ ભારતને વૈશ્વિક સ્તરે પીએન્ડજી માટે નિકાસ કેન્દ્રમાં કરવાનો છે. તે અમારા પ્રવાસમાં નોંધપાત્ર સિદ્ધિ પણ છે, જે અમને અમારી પહોંચ વધારવા અને ગ્રાહકોને અપવાદાત્મક નાવીન્યતા પ્રદાન કરવાની અમારી ક્ષમતા વધુ વધારવા માટે અમને અભિમુખ બનાવશે."
નવું એકમ ગુજરાતના સાણંદમાં 50,000 સ્ક્વેરમીટર વિસ્તારમાં પથરાયેલું છે. તે ડાઈજેસ્ટિવ વેલનેસ અવકાશમાં ઉત્કૃષ્ટ પ્રોડક્ટોનું ઉત્પાદન કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને ઈન્ડસ્ટ્રી 4.0ની આધુનિક સંકલ્પનાને આધારે સંપૂર્ણ સ્વયંચાલિત બને તે રીતે તૈયાર કરાયું છે. આ સંકલ્પનામાં ગુણવત્તાની તપાસ, મટીરિયલ મુવમેન્ટ માટે રોબોટિક ઈક્વિપમેન્ટ અને ઓફરેટર કોકપિટ્સ માટે નવીનતમ વિઝન સિસ્ટમ્સ સહિત ભવિષ્યલક્ષી ટેકનોલોજી કામે લગાવવામાં આવી છે. ઉપરાંત એકમ કામગીરી સંબંધમાં કોઈ પણ આવશ્યક કામો પૂર્ણ કરવા માટે લિંગ અથવા અભિમુખતા ગમે તે હોવા છતાં તેમને અમારા શોપ ફ્લોર્સમાં સમાનતા અને સમાવેશકતા પ્રેરિત કરવાની અમારી મહત્ત્વાકાંક્ષા પ્રત્યે અભિમુખતા તરીકે કામ કરશે. આ રોકાણ અનલિસ્ટેડ ખાનગી કંપની થકી નિયોજિત કરાયું છે અને ભારતમાં પીએન્ડજી ગ્રુપની કોઈ પણ લિસ્ટેડ પબ્લિક કંપનીઓ પર પ્રભાવ નહીં પાડશે.
તેની ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ પીએન્ડજી શિક્ષા થકી પીએન્ડજી ઈન્ડિયા શિક્ષણ થકી શૈક્ષણિક માળખું મજબૂત બનાવીને, શિક્ષણ વચ્ચે અંતર દૂર કરીને અને આંશિક સમૂહોને સશક્ત બનાવીને દેશમાં વંચિત બાળકોને પરિપૂર્ણ શિક્ષણને પહોંચ પૂરી પાડે છે. રાજ્યમાં પીએન્ડજી શિક્ષા પહેલો થકી લગભગ 2.5 લાખ બાળકો પર હકારાત્મક પ્રભાવ પાડવામાં આવ્યો છે.