PAN Aadhaar Link: આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખૂબ મહત્વના દસ્તાવેજમાનો એક છે. પાન કાર્ડનો ઉપયોગ આર્થિક લેવડદેવડ અને ટેક્સ સંબંધિત ચીજો માટે થાય છે. આ કારણ છે કે દેશમાં કરોડો લોકો પાસે પાન કાર્ડ છે. ખાસ કરીને બિઝનેસ કરનારા અને નોકરી કરનારા લોકો પાસે પાન કાર્ડ જરૂર હોય છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ ખૂબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકોને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવું જરૂરી નથી. આ અંગે કેટલાક નિયમો  પણ બનાવવામાં આવ્યા છે


છેલ્લા કેટલાક વર્ષોમાં પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર તરફથી અનેક વાર ડેડલાઇન આપવામાં આવી હતી. તેની ડેડલાઇન હવે ખત્મ થઇ ચૂકી છે. પાન કાર્ડને લઇને અનેક પ્રકારની જાણકારી સરકાર તરફથી આપવામાં આવી છે. જેમાં ખોટા ઉપયોગની વાત કરવામાં આવી છે. આજે અમે તમને જણાવીશું કે ક્યા લોકોને પાન અને આધાર કાર્ડ લિંક કરવાની જરૂર નથી.


કોણ ના કરી શકે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક?


નોંધનીય છે કે કેટલાક લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર નથી. તેમાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે. તે સિવાય આયકર અધિનિયમ અનુસાર નોન રેસિડેન્સ અથવા જેમની પાસે ભારતની નાગરિકતા નથી. તેમને પણ પાન કાર્ડને લિંક કરવાની જરૂર નથી. જ્યારે આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોના નિવાસીઓને પણ પાન અને આધાર કાર્ડ લિંક કરવામાં છૂટ મળી છે. એટલે કે તેમને પણ લિંક કરવાની જરૂર નથી. વાસ્તવમાં જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તેમનું પાન કાર્ડ ડિએક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે.


પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહી કરાવો તો નહી મળે આ સુવિધા


જે લોકોએ પાન અને આધારને લિંક કરાવ્યું નથી તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. તે સાથે જ બેન્ક સંબંધિત ટ્રાન્જેક્શન પણ કરી શકતા નથી. તમામ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવી શકતા નથી. આ કારણ છે કે તમામ બાબતો માટે કેવાયસી જરૂરી બની ગયુ છે.