પાન કાર્ડ વર્તમાન સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આજે કોઈપણ પ્રકારના સત્તાવાર કામ માટે પાન કાર્ડની જરૂર છે. આજે આવકવેરા સંબંધિત કામ તેમજ બેંકિંગ સંબંધિત કામ માટે PAN કાર્ડની જરૂર છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમારા ઘણા કામ અટકી શકે છે. નાણાકીય વ્યવહારો ઉપરાંત પણ ઘણા કામો માટે પણ પાન કાર્ડ જરૂરી બની ગયેલ છે.


આ કામો માટે પાન કાર્ડ જરૂરી છે


આઇટી રિટર્ન ફાઇલ કરતી વખતે, 


- બેંકમાં ખાતું ખોલાવવું
- કારના ખરીદ વેચાણ વખતે
- ટેલિફોન કનેક્શન માટે
- 5 લાખથી વધુના ઘરેણાની ખરીદી વખતે 
- સિક્યોરિટીઝમાં રોકાણ કરતી વખતે અથવા રૂ. 50,000થી વધુના વ્યવહારો ઉપર 
- વીમા પ્રિમિયમ ભરવા માટે
- વિદેશી હૂંડિયામણ, મિલકત, લોન, FD, રોકડ જમા વગેરે સમયે પણ પાન કાર્ડ જરૂરી છે.


પાન કાર્ડ આજીવન માન્ય છે


એકવાર PAN Card મેળવ્યા પછી તે આખા દેશમાં આજીવન સમય માટે માન્ય છે. આયકર વિભાગના જણાવ્યા મુજબ, એક જ PAN હોઈ શકે છે. એકથી વધુ પાન કાર્ડ બનાવવું ગેરકાયદેસર છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272B હેઠળ, જો એકથી વધુ પાન કાર્ડ મળી આવે તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.


આ કામ માટે પાન કાર્ડ જરૂરી છે


- 5 લાખ કે તેથી વધુની સ્થાવર મિલકતના વેચાણ અથવા ખરીદી પર.
- ટુ વ્હીલર સિવાય અન્ય વાહનોના વેચાણ કે ખરીદીમાં પણ પાન કાર્ડની જરૂર પડે છે.
- હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં એક સમયે 25,000 રૂપિયાથી વધુની ચુકવણી પર.
- જો તમે વિદેશ યાત્રાના સમયે 25,000 રૂપિયાથી વધુની રોકડ ચુકવણી કરો છો, તો PAN નંબર આપવો જરૂરી છે.
- બોન્ડ મેળવવા માટે RBIને રૂ. 50,000 કે તેથી વધુ રકમ ચૂકવણી કરતી વખતે.
- બોન્ડ્સ અથવા ડિબેન્ચર્સ ઇશ્યૂ કરવા માટે કંપની અથવા સંસ્થાને રૂ. 50,000 કે તેથી વધુ રકમ ચૂકવતી વખતે.
- જો તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી રહ્યા છો, તો તમારે PANની વિગતો આપવી પડશે.
- જો તમે કોઈપણ એક બેંકિંગ સંસ્થામાં 24 કલાકમાં 50,000 રૂપિયાથી વધુ જમા કરાવો છો, તો PANની વિગતો આપવી પડશે.
- જો તમે 5 લાખ રૂપિયાથી વધુના ઘરેણા ખરીદો છો, તો તમારે PANની વિગતો આપવી જરૂરી છે.