Indian Railways: રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર છે. મુસાફરોની સુવિધા વધારવા માટે ભારતીય રેલવેએ એક મહિનામાં વધુમાં વધુ 6 ટિકિટ બુક કરવાની મર્યાદા એક યુઝર આઇડીથી વધારીને 12 ટિકિટ કરવાનો નિર્ણય કર્યો છે. જે લોકો આધાર કાર્ડ સાથે જોડાયેલા નથી તેમના માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે યુઝર આઈડીનું ખાતું આધાર સાથે જોડાયેલું છે તેઓ હવે એક મહિનામાં મહત્તમ 12 ટિકિટના બદલે 24 ટિકિટ બુક કરાવી શકશે.
હાલ કેટલી ટિકિટ કરી શકાય છે બુક
હાલમાં IRCTCની વેબસાઇટ/એપ પર યુઝર આઇડીમાં એક મહિનામાં વધુમાં વધુ 6 ટિકિટ ઓનલાઇન બુક કરવાની સુવિધા છે. જેમના યુઝર આઈડીને આધાર સાથે જોડવામાં આવ્યું છે તેઓ આઈઆરસીટીસીની વેબસાઇટ / એપ્લિકેશન પર એક મહિનામાં વધુમાં વધુ 12 ટિકિટ બુક કરાવી શકે છે. પરંતુ હવેથી જે લોકોના આઈઆરસીટીસી ખાતા આધાર કાર્ડ સાથે જોડાયેલા છે તેઓ તેમના આઈઆરસીટીસી યુઝર આઈડીથી એક મહિનામાં 24 ટિકિટ બુક કરાવી શકશે.
રેલવે મુસાફરો ખુશ
અગાઉ આઈઆરસીટીસીની ટિકિટ બુકિંગની મર્યાદા ઓછી હોવાના કારણે ઘણા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેઓ પોતાના કામના સંબંધમાં વારંવાર મુસાફરી કરતા હતા. સાથે જ હવે તેમને ટિકિટ બુકિંગની મર્યાદા વધારીને ઘણો ફાયદો થશે. ભારતીય રેલવેના ટિકિટ બુકિંગની મર્યાદા વધારવાના આ નિર્ણયથી ઘણા મુસાફરો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
તમારા IRCTC એકાઉન્ટને આ રીતે આધાર સાથે જોડો
- સૌથી પહેલા તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ http://irctc.co.in પર જવું પડશે.
- પછી તમારી લોગિન માહિતી દાખલ કરીને સાઇન ઇન કરો.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. અહીં તમારે મારા ખાતાનો વિકલ્પ પસંદ કરવાનો છે.
- ત્યારબાદ લિંક યોર આધાર ઓપ્શન પર ક્લિક કરો.
- જે બાદ તમારે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલી જરૂરી જાણકારી બોક્સમાં નાખવી પડશે.
- વિગતો ભર્યા પછી સેન્ડ ઓટીપીના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- થોડી જ વારમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને ધ્યાનથી દાખલ કરો અને તેની ખરાઈ કરો.
- આ પ્રક્રિયા કર્યાના થોડા સમય બાદ તમારું કેવાયસી પૂર્ણ થઇ જશે.
- કેવાયસી કરાવ્યા બાદ તમે એક મહિનામાં સરળતાથી 24 ટિકિટ બુક કરાવી શકશો.