એક કલ્પના કરો કે - તમારા શ્રેષ્ઠ મિત્રના લગ્નને ફક્ત એક મહિનો બાકી છે, અને તમે તેને કંઈક અર્થપૂર્ણ ભેટ આપવા માંગો છો અથવા તમે ઝડપથી કૌટુંબિક પ્રવાસનું આયોજન કરવા માંગો છો, પરંતુ તમારી બચત લાંબા ગાળાના લક્ષ્યોમાં રોકાઈ ગઈ છે. તો શું તમારે તે બચતનો ઉપયોગ કરવો જોઈએ કે પર્સનલ લોન લેવાનું વિચારવું જોઈએ?
તમારા માટે આ બંને વિકલ્પો કામ કરી શકે છે - પરંતુ સમજદારીપૂર્વક પસંદગી કરવાથી બધો ફેર પડે છે. તો ચાલો જોઈએ કે તમારી માનસિક શાંતિને વિક્ષેપ કર્યા વિના યોગ્ય નાણાકીય નિર્ણય કેવી રીતે લેવો જોઈએ.
સૌથી પહેલા જોઈએ : આ બંને વચ્ચે શું તફાવત છે?
પર્સનલ લોન એ એક મોટી રકમ છે જે તમે ઉધાર લો છો અને નિશ્ચિત માસિક હપ્તામાં ચૂકવો છો. તમારે કોઈ કોલેટરલ આપવાની જરૂર નથી, અને તમે પૈસાનો ઉપયોગ કોઈપણ વસ્તુ માટે કરી શકો છો – જેમાં મુસાફરી અને લગ્નથી લઈને તબીબી ખર્ચ અને ઘરને અપગ્રેડ કરવું સામેલ છે. બજાજ ફાઇનાન્સ સાથે, ઝડપી ભંડોળ મેળવવું હવે પહેલા કરતાં વધુ ઝડપી અને સરળ બની ગયું છે.
બીજી બાજુ, બચત એ તમારૂ પોતાનું ભંડોળ છે – આ એવા પૈસા છે જે તમે સમય જતાં કટોકટી, આયોજિત ખરીદીઓ અથવા ભવિષ્યના લક્ષ્યો માટે અલગ રાખ્યા છે.
આ બંનેનું પોતાનું એક અલગ સ્થાન છે. પરંતુ જ્યારે તમને ઝડપી ભંડોળની જરૂર હોય, ત્યારે એ પૂછવું મહત્વપૂર્ણ છે કે: અત્યારે શેની પસંદગી કરવી વધુ સ્માર્ટ છે?
જ્યારે પર્સનલ લોન વધુ અર્થપૂર્ણ બને છે
એવો સમય પણ હોય છે જ્યારે પર્સનલ લોનનો ઉપયોગ ફક્ત અનુકૂળ જ નહીં, પણ વધુ વ્યૂહાત્મક પણ હોય છે:
- તમે તમારા લાંબા ગાળાના લક્ષ્યોને વિક્ષેપિત કરવા માંગતા નથી: ધારો કે તમારી બચત તમારા બાળકના શિક્ષણ અથવા તમારા નિવૃત્તિ ભંડોળ માટે રાખવામાં આવી છે. ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે તે ભંડોળનો ઉપયોગ તમને વર્ષો પાછળ ધકેલી શકે છે. પર્સનલ લોન તમને યોજનાઓ સાથે સમાધાન કર્યા વિના વર્તમાન જરૂરિયાતો પૂરી કરવાની સુવિધા આપે છે.
- તમારે તમારી બચત કરતાં વધુ નાણાંની જરૂર છે: જો તમારા ધ્યેય માટે રૂ. 3 લાખની જરૂર હોય પરંતુ તમે ફક્ત રૂ. 1 લાખ બચાવ્યા હોય, તો પર્સનલ લોન તમારા આ બચતને ખાલી કર્યા વિના તરત જ આ અંતરને દૂર કરી શકે છે.
- તમે માસિક ચુકવણીની આગાહી કરવા માંગો છો: બજાજ ફાઇનાન્સ સાથે, તમને નિશ્ચિત EMI મળે છે, જેથી તમે હંમેશા એ જાણો છો કે તમારે દર મહિને કેટલી ચૂકવણી કરવી પડશે. તે તમારા બજેટનું સંચાલન કરવાની એક સ્વચ્છ, અને તણાવમુક્ત રીત છે.
શું તમે પર્સનલ લોન માટે પાત્ર છો?
પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા, એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તમે પર્સનલ લોન પાત્રતા માપદંડો ને પૂર્ણ કરો છો કે નહીં.
- રાષ્ટ્રીયતા: ભારતીય
- ઉંમર: 21 વર્ષથી 80 વર્ષ*.
- નોકરી: જાહેર, ખાનગી, અથવા MNC.
- CIBIL સ્કોર: 685 કે તેથી વધુ.
- ગ્રાહક પ્રોફાઇલ: સ્વ-રોજગાર અથવા પગારદાર
*લોનની મુદતના અંતે તમારી ઉંમર 80 વર્ષ* કે તેથી ઓછી હોવી જોઈએ.
વ્યાજ વિશે શું?
હા, પર્સનલ લોન પર વ્યાજ ચૂકવવું પડે છે - પરંતુ તેને સુવિધા અને સુગમતા માટેની ફી તરીકે ગણી શકો છો. તમારી બચતને નષ્ટ કરવાને બદલે, તમે સમય જતાં ઓછી રકમ ચૂકવો છો અને તમારા વર્તમાન નાણાકીય બાબતો પર દબાણ લાવ્યા વિના તમે આ કરી શકો છો.
અને બજાજ ફાઇનાન્સ સાથે, તમે 12 મહિનાથી 96 મહિના સુધીની લવચીક ચુકવણી મુદત પસંદ કરી શકો છો.
તમારે બચતનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?
બચત આ સમય માટે ઉત્તમ છે:
- નાની, આયોજિત ખરીદી
- કોઈપણ વ્યાજ ચુકવણી ટાળવા માટે
- જ્યારે તમે દેવામુક્ત રહેવા માંગતા હો ત્યારે બિન-તાત્કાલિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે
પરંતુ મોટા ખર્ચાઓ અથવા અચાનક જરૂરિયાતો માટે, પર્સનલ લોન ઘણીવાર તમને વધુ આરામ અને શાંતિ આપે છે – અને એપણ તમારી બચત વ્યૂહરચનાને ખલેલ પહોંચાડ્યા વિના.
તમારી પર્સનલ લોન માટે બજાજ ફાઇનાન્સ શા માટે પસંદ કરવું જોઈએ?
- ફક્ત 24 કલાકમાં રૂ. 55 લાખ સુધી મેળવો*
- ન્યૂનતમ દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરો
- શૂન્ય કોલેટરલ જરૂરી
- 96 મહિના સુધીની લવચીક મુદત
- કોઈ છુપા ખર્ચ કે ફી વિના પારદર્શક પ્રક્રિયા
તમે ઉધાર લેતા પહેલા ચુકવણીની યોજના બનાવવા માટે તેમના EMI કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો - જેથી પછીથી કોઈ દ્વિધા ન થાય.
અંતિમ વિચાર: બચત અથવા લોન - તમારા માટે યોગ્ય પસંદગી કરો
કોઈ પણ અલગ અલગ સમય માટે બધા જવાબ એકસરખા હોતા નથી. માટે યોગ્ય સંતુલન બનાવીને, તમે તમારા ધ્યેયો અથવા માનસિક શાંતિનું બલિદાન આપ્યા વિના તમારી નાણાકીય પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી શકો છો.
*નિયમો અને શરતો લાગુ