શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત

Petrol diesel price drop: ભારત પાસે આગામી 70 થી 80 દિવસ સુધી ચાલે તેટલો તેલનો રિઝર્વ સ્ટોક છે; અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે પણ ભારત વૈકલ્પિક આયાત દ્વારા ભાવ કાબૂમાં લેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે આગામી સમયમાં ઈંધણ ભાવ ઘટવાના સંકેત આપ્યા.
  • ભારત પાસે 70-80 દિવસનો પૂરતો તેલ ભંડાર ઉપલબ્ધ છે.
  • વૈશ્વિક ગલ્ફ સપ્લાય અવરોધે ભારત વૈકલ્પિક આયાત વધારશે.
  • યુદ્ધ અટકાવવા ભારત શાંતિપૂર્ણ રાજદ્વારી ઉકેલ માટે પ્રયાસરત.

Petrol diesel price drop: છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે, પરંતુ હવે વાહનચાલકો માટે એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે આગામી મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભલે 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હોય, પરંતુ ભારત પાસે પૂરતો ભંડાર અને મજબૂત વૈકલ્પિક વ્યવસ્થા હોવાથી દેશમાં ઇંધણના ભાવ લાંબો સમય સુધી ઊંચા રહેશે નહીં.

"તેલના ભાવ જલ્દી ઘટશે", સરકારની ખાતરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં જે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ વધ્યા છે તે લાંબો સમય ટકશે નહીં. તેમણે સામાન્ય જનતાને હૈયાધારણ આપતા કહ્યું કે, "ભારત પાસે હાલમાં પૂરતો તેલ અને ગેસનો ભંડાર છે." દેશમાં અત્યારે એટલો સ્ટોક છે કે તે આપણી આગામી 70 થી 80 દિવસની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકે છે. આ જંગી સ્ટોકના કારણે આવા ટૂંકા ગાળાના સંકટનો સામનો કરવામાં ખૂબ મોટી મદદ મળશે.

અમેરિકા-ઈરાન વિવાદ અને ભારતનું પ્લાનિંગ

અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે દુનિયાભરના ઉર્જા બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. દુનિયાનું 20% તેલ અને ગેસ જે 'હોર્મુઝ સ્ટ્રેટ' (સમુદ્રની સાંકડી પટ્ટી) માંથી પસાર થાય છે, ત્યાં અડચણો ઊભી થતાં વૈશ્વિક સપ્લાય પર માઠી અસર પડી છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે. જો ગલ્ફ દેશોમાંથી આવતા તેલના સપ્લાય પર અસર પડશે, તો ભારત અમેરિકા અને કેનેડા જેવા દેશોમાંથી પોતાની આયાત વધારીને આ અછતને પહોંચી વળવા માટે પૂરી રીતે તૈયાર છે.

આ પણ વાંચોઃ શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા

રાજદ્વારી ઉકેલ માટે ભારતના પ્રયાસો ચાલુ

આ બધાની વચ્ચે, ભારત સરકાર બંને પક્ષો વચ્ચે વાતચીત અને રાજદ્વારી સ્તરે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સતત અપીલ કરી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ તાજેતરના તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક શાંતિ જાળવવા પર ભાર મૂક્યો છે. જોકે, કેન્દ્રીય મંત્રીએ એમ પણ સ્વીકાર્યું છે કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો પરિસ્થિતિ થોડી ગંભીર બની શકે છે, પરંતુ હાલ પૂરતું ભારત સુરક્ષિત સ્થિતિમાં છે અને જનતાને જલ્દી ભાવ ઘટાડાનો લાભ મળી શકે છે.

Frequently Asked Questions

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની શક્યતા છે?

હા, કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે આગામી મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થઈ શકે છે. સરકાર માને છે કે ક્રૂડ ઓઈલના હાલના ઊંચા ભાવ લાંબો સમય ટકશે નહીં.

ભારતમાં કેટલા દિવસનો પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ છે?

ભારત પાસે હાલમાં પૂરતો તેલ અને ગેસનો ભંડાર છે, જે દેશની આગામી 70 થી 80 દિવસની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકે છે.

હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા રહેવાનું મુખ્ય કારણ શું છે?

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે. આ વૈશ્વિક ઉથલપાથલ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.

જો ગલ્ફ દેશોમાંથી તેલનો સપ્લાય ખોરવાય તો ભારતની શું યોજના છે?

જો ગલ્ફ દેશોમાંથી આવતા તેલના સપ્લાય પર અસર પડે, તો ભારત અમેરિકા અને કેનેડા જેવા દેશોમાંથી પોતાની આયાત વધારીને આ અછતને પહોંચી વળવા તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹18000 થી ₹37800, ₹45000 કે ₹54000, જાણો કેટલો વધી શકે છે તમારો પગાર?
8th Pay Commission: ₹18000 થી ₹37800, ₹45000 કે ₹54000, જાણો કેટલો વધી શકે છે તમારો પગાર?
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
NPS Vs UPS: 8મા પગાર પંચ પહેલાં ચર્ચા તેજ: NPS કે UPS, કઈ પેન્શન યોજના વધુ ફાયદાકારક?
NPS Vs UPS: 8મા પગાર પંચ પહેલાં ચર્ચા તેજ: NPS કે UPS, કઈ પેન્શન યોજના વધુ ફાયદાકારક?
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Embed widget