શોધખોળ કરો

શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા

Petrol diesel price hike 2026: ઓઇલ કંપનીઓને રોજનું 610 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો 5 રૂપિયાનો વધારો થશે તો ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તેલ કંપનીઓને રોજ મોટું નુકસાન, ભાવવધારો સંભવ છે.
  • નિષ્ણાતો માને છે, કંપનીઓ માટે 5 રૂપિયાનો વધારો અનિવાર્ય.
  • ભાવવધારો થતાં મોંઘવારી વધશે, જીવનજરૂરી ચીજો મોંઘી બનશે.

Petrol diesel price hike 2026: વાહનચાલકો અને સામાન્ય જનતા માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી 5 રૂપિયાનો વધારો થશે? આ સવાલ અત્યારે નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલની સ્થિતિમાં તેલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર 5.5 રૂપિયા અને ડીઝલ પર 4.5 રૂપિયાનું જંગી નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ નુકસાનનો આંકડો રોજના 610 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે કે કંપનીઓનું નાણાકીય સંતુલન જાળવવા ભાવવધારો તોળાઈ રહ્યો છે, જેનાથી દેશમાં ખાદ્યચીજો અને જીવનજરૂરી વસ્તુઓની મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

શું ખરેખર 5 રૂપિયાનો વધારો થશે?

ICRA અને અન્ય નાણાકીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે જો ઓઇલ કંપનીઓએ "નો પ્રોફિટ, નો લોસ" (નફો પણ નહીં અને નુકસાન પણ નહીં) ની સ્થિતિ પર પાછા ફરવું હોય, તો છૂટક ભાવમાં લિટરે ઓછામાં ઓછો 5 રૂપિયાનો વધારો કરવો પડે તેમ છે. નિષ્ણાતો આ વધારાને જરૂરી ગણાવી રહ્યા છે, પરંતુ સરકાર મોંઘવારી વધવાના ડરથી કંપનીઓને એકસામટો ભાવ વધારવાની મંજૂરી આપતા ખચકાઈ રહી છે. એક વિકલ્પ તરીકે અગાઉ સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પણ આ બોજો ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ક્રૂડ ઓઇલના ભાવ અને ભારતની સ્થિતિ

ભારત પોતાની કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની 85% જરૂરિયાત વિદેશથી આયાત કરીને પૂરી કરે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 92 થી 95 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યો છે. આ ભાવે ભારતીય કંપનીઓને અત્યારે તાત્કાલિક ભાવ વધારવાનું કોઈ મોટું દબાણ નથી. સામાન્ય રીતે જ્યારે ક્રૂડનો ભાવ 100 ડોલરની પાર જાય અને અમુક અઠવાડિયા સુધી એ જ સપાટી પર રહે, ત્યારે જ કંપનીઓ પર ભાવ વધારવા માટે ભારે દબાણ આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી.

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹24 અને ડીઝલ ₹15 મોંઘું થયું! કિંમત ₹434 ને પાર, જાણો કયા દેશમાં મચ્યો હાહાકાર

મોંઘવારી પર કેવી પડશે અસર?

રેટિંગ એજન્સી CRISIL (ક્રિસિલ) ના રિપોર્ટ મુજબ, જો ઇંધણના ભાવ વધશે તો તેની સીધી અને ભયંકર અસર આખા અર્થતંત્ર પર પડશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) ખર્ચ વધશે, જેને લીધે મોંઘવારી ભડકે બળશે. ક્રિસિલનો અંદાજ છે કે જો ભાવ 7.5 રૂપિયા મોંઘા થાય તો ગ્રાહક મોંઘવારી દરમાં 36 બેસિસ પોઈન્ટનો અને 10 રૂપિયાના વધારાથી 48 બેસિસ પોઈન્ટનો સીધો ઉછાળો આવી શકે છે.

ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં 54% હિસ્સો માત્ર માલસામાનના પરિવહનનો છે અને તેમાં રોડ ટ્રાન્સપોર્ટ કુલ માલના 71% જેટલું વહન કરે છે. રોડ ટ્રાન્સપોર્ટના કુલ ખર્ચમાં 42% ખર્ચ માત્ર ઇંધણનો હોય છે. તેથી જો ડીઝલ મોંઘુ થશે તો દૂધ, ફળ, કઠોળ, મસાલા, ચા, કોફી, ઈંડાં અને માંસ-માછલી જેવી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત

આગળ જતા શું થશે?

ચાલુ નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ 112 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો, જે ક્રિસિલના 95 ડોલરના અંદાજ કરતા ઘણો વધારે હતો. અત્યારે પણ ફ્યુઅલ રિટેલર્સ નોંધપાત્ર નુકસાન સહન કરી રહ્યા છે. આવનારા અઠવાડિયાઓમાં કંપનીઓની આર્થિક સ્થિતિ, દેશનો ફુગાવો અને ગ્રાહકોની ખરીદશક્તિ વચ્ચે સંતુલન જાળવવું એ સરકાર અને કંપનીઓ બંને માટે એક મોટો પડકાર બની રહેશે.

Frequently Asked Questions

ઓઇલ કંપનીઓને હાલમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે?

ઓઇલ કંપનીઓને પેટ્રોલ પર લિટરે ₹5.5 અને ડીઝલ પર ₹4.5નું નુકસાન થાય છે. તેમનું દૈનિક નુકસાન ₹610 કરોડ સુધી પહોંચ્યું છે.

નિષ્ણાતો શા માટે પેટ્રોલ-ડીઝલમાં ₹5ના ભાવવધારાની વાત કરી રહ્યા છે?

કંપનીઓને 'નો પ્રોફિટ, નો લોસ' સ્થિતિમાં લાવવા માટે લિટરે ઓછામાં ઓછો ₹5નો વધારો જરૂરી છે, તેમ આર્થિક નિષ્ણાતો માને છે.

ઇંધણના ભાવ વધવાથી મોંઘવારી પર શું અસર થશે?

ભાવ વધતા પરિવહન ખર્ચ વધશે, જેથી દૂધ, ફળ, શાકભાજી જેવી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ભારતીય કંપનીઓ પર હાલ કેવું દબાણ કરી રહ્યા છે?

બ્રેન્ટ ક્રૂડ હાલ 92-95 ડોલર પ્રતિ બેરલ છે. 100 ડોલરથી ઉપર ન જાય ત્યાં સુધી કંપનીઓ પર તાત્કાલિક ભાવ વધારવાનું મોટું દબાણ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget