વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે મેટ્રોનો ઉપયોગ કરવા, કારપૂલિંગ કરવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે.
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
Petrol Diesel price hike 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચતા સરકારી તેલ કંપનીઓને મોટું નુકસાન, વડાપ્રધાને વિદેશી હૂંડિયામણ બચાવવા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અનુરોધ કર્યો.

- વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલ વપરાશ ઘટાડવા અપીલ કરી.
- શહેરોમાં મેટ્રો, કારપૂલિંગ, રેલવે ઉપયોગ પર ભાર મૂક્યો.
- ઇલેક્ટ્રિક વાહન, વર્ક ફ્રોમ હોમ અપનાવવા સૂચવ્યું.
- આંતરરાષ્ટ્રીય ભાવ વધારાથી તેલ કંપનીઓને મોટું નુકસાન.
Petrol Diesel price hike 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી સપ્લાયની કટોકટી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ખાસ અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સરકારી તેલ કંપનીઓને દર મહિને હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે. પીએમ મોદીની આ અપીલ પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાય શકે છે.
વડાપ્રધાને જણાવ્યું કે, "દેશે હવે ઘણા નવા સંકલ્પો કરવા પડશે, જેમાંથી એક મુખ્ય સંકલ્પ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવાનો છે." તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, જે શહેરોમાં મેટ્રોની સુવિધા છે ત્યાં લોકોએ મેટ્રોમાં જ મુસાફરી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કાર લઈને જવું જરૂરી હોય, તો કારપૂલિંગ કરો એટલે કે એક જ કારમાં વધુ લોકોને સાથે લઈ જાઓ. ઉદ્યોગોમાં માલસામાનની હેરફેર માટે પણ બને ત્યાં સુધી રોડ ટ્રાન્સપોર્ટની જગ્યાએ રેલવે (માલગાડીઓ) નો વધુ ઉપયોગ કરવો જોઈએ.
ઇલેક્ટ્રિક વાહનો (EV) ના ઉપયોગ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, જેમની પાસે ઇલેક્ટ્રિક વાહનો છે તેમણે તેનો જ વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. ઇંધણ બચાવવા માટે આપણે ફરી એકવાર ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ), ઓનલાઈન કોન્ફરન્સ અને વર્ચ્યુઅલ મીટિંગ્સને પ્રાધાન્ય આપવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યારની કટોકટીમાં વિદેશી હૂંડિયામણ બચાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ જ મોંઘા થઈ ગયા છે.
વડાપ્રધાને કહ્યું કે, "પેટ્રોલ-ડીઝલ પાછળ ખર્ચાતા વિદેશી હૂંડિયામણને બચાવવાની આપણી સૌની જવાબદારી છે. આપણા નાના-નાના પ્રયાસો પણ દેશને મોટી મદદ કરી શકે છે. આપણી દેશભક્તિ અત્યારે આપણને આ જ પડકાર આપી રહી છે કે આપણે વિદેશી ચલણ બચાવવા માટે શક્ય તેટલા તમામ રસ્તાઓ અપનાવીએ."
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
શા માટે થઈ આ અપીલ અને શું છે હકીકત?
પીએમ મોદીની આ અપીલ પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ના ભાવમાં થયેલો ભડકો છે. થોડા સમય પહેલા જે ક્રૂડ ઓઇલ 70 ડોલર પ્રતિ બેરલ હતું, તે હવે 126 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના સપ્લાય પર માઠી અસર પડી છે અને ભાવ આસમાને આંબી રહ્યા છે. જેના કારણે ઘણા દેશોએ ઈંધણના ભાવ વધારી દીધા છે.
આ વૈશ્વિક કટોકટીના કારણે દેશની સરકારી તેલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હાલમાં કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર અંદાજે 24 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 30 રૂપિયાનો બોજ પડી રહ્યો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે કંપનીઓના આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર પાસે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.
પેટ્રોલનું ટેન્શન ખતમ! હવે E85 અને E100 ઇંધણ પર ચાલશે વાહનો, જાણો સરકારના આ નિર્ણયથી શું અસર થશે
Frequently Asked Questions
પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે વડાપ્રધાન મોદીએ શું અપીલ કરી છે?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના કેમ છે?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સરકારી તેલ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે ભાવ વધારા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કેટલો વધારો થયો છે?
થોડા સમય પહેલા 70 ડોલર પ્રતિ બેરલ હતું તે ક્રૂડ ઓઇલ હવે 126 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. આ ભાવવધારો હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે થયો છે.
સરકારી તેલ કંપનીઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે?
વૈશ્વિક કટોકટીને કારણે સરકારી તેલ કંપનીઓને દર મહિને લગભગ 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ પર પ્રતિ લિટર 24 રૂપિયા અને ડીઝલ પર 30 રૂપિયાનો બોજ પડી રહ્યો છે.





















