EPF withdrawal without company approval: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને જરૂરિયાત પડે ત્યારે PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. સભ્યો ઘર ખરીદવા, બીમારીની સારવાર સહિત અન્ય જરૂરી કામો માટે પૈસા ઉપાડી શકે છે. તાજેતરમાં ઈપીએફએ ઘણા ફેરફારો કર્યા છે. આ પછી પીએફમાંથી પૈસા ઉપાડવાનું ખૂબ સરળ થઈ ગયું છે. વળી, કટોકટી ભંડોળ તરીકે પીએફમાંથી 50 હજારને બદલે હવે 1 લાખ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી કંપનીની મંજૂરી વિના પણ પૈસા ઉપાડી શકો છો? આવો જાણીએ કે કંપનીની મંજૂરી વિના તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકો છો.


ઈપીએફ ઉપાડ માટે આ દસ્તાવેજો જરૂરી છે


ઈપીએફ રકમ ઉપાડવા માટે, તમારે નીચેના દસ્તાવેજો પ્રદાન કરવા પડશે:


યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN): ઈપીએફ ખાતાઓ માટે તમારો વિશિષ્ટ ઓળખ નંબર.


બેંક એકાઉન્ટની માહિતી: જે બેંક એકાઉન્ટમાં ઈપીએફ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તેની વિગતો.


ઓળખ અને સરનામાનો પુરાવો: માન્ય દસ્તાવેજો જે તમારી ઓળખ અને વર્તમાન સરનામાની પુષ્ટિ કરે છે (જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા મતદાર ઓળખપત્ર).


કેન્સલ ચેક: એક રદ કરેલો ચેક જેમાં ટ્રાન્સફરની સુવિધા માટે IFSC કોડ અને એકાઉન્ટ નંબર શામિલ હોય.


પૈસા ઉપાડવાની આ રહી સંપૂર્ણ પ્રક્રિયા


નિયોક્તાના હસ્તાક્ષર વિના ઈપીએફ રકમ ઉપાડવી શક્ય છે. તમે આ કામ ઓનલાઇન ક્લેઇમ જનરેટ દ્વારા કરી શકો છો. તમારા ક્લેઇમ કર્યાના 15 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય છે. જો કે, કંપનીની મંજૂરી વિના પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે એક સક્રિય યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), અપડેટેડ KYC અને તમારો મોબાઇલ નંબર તમારા UAN સાથે નોંધાયેલો હોવો જરૂરી છે. જો આ શરતો પૂરી થાય છે, તો તમે તમારા નિયોક્તાના હસ્તાક્ષરની જરૂરિયાત વિના તમારી ઈપીએફ રકમ સફળતાપૂર્વક ઉપાડી શકો છો.


આ પણ વાંચોઃ


તમારા શહેરની કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી સારવાર થાય છે, ઘરે બેઠા આ રીતે જાણી શકો છો


ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાઓના રેશન કાર્ડ શા માટે રદ થઈ રહ્યા છે, જાણો આ મુશ્કેલીથી બચવાની રીત