ભારત ડિજિટલ વિશ્વમાં સતત સારુ કરી રહ્યો છે. મની ટ્રાજેક્શન હોય કે પેમેન્ટ હવે બધું જ સરળ બની ગયું છે. આમાં સૌથી મોટો ફાળો UPI પેમેન્ટ સર્વિસ (UPI payment)નો છે, PhonePe અને GooglePay જેવી કંપનીઓની સાથે Paytmએ પણ આ સેવાને લોકોમાં લોકપ્રિય બનાવવામાં ઘણું કામ કર્યું છે. તેમાંથી હવે PhonePe એ તેના ગ્રાહકો માટે એક નવી સેવા શરૂ કરી છે, જેની મદદથી શ્રીલંકા જતા ભારતીયો પણ PhonePe એપની મદદથી સરળતાથી UPI પેમેન્ટ કરી શકશે.


PhonePe એ બુધવારે LankaPay સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ કંપનીના યુઝર્સને શ્રીલંકામાં UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડશે. આનાથી શ્રીલંકા જનારા પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. તેઓ LankaPay ના QR કોડને સ્કેન કરીને PhonePe દ્વારા સરળતાથી UPI પેમેન્ટ કરી શકશે.


પેમેન્ટ નેટવર્ક સરળ બનશે


આ સેવા શરૂ થયા પછી PhonePe ગ્રાહકો LankaPay QR કોડ સ્કેન કરી શકશે અને સુરક્ષિત રીતે જલદી પેમેન્ટ કરી શકશે.  આનો બીજો ફાયદો એ થશે કે આ માટે તેમને કરન્સી એક્સચેન્જ કરવાની જરૂર નહીં પડે, પરંતુ શ્રીલંકામાં ટ્રાન્ઝેક્શન કરવા પર તેમણે રૂપિયા અને શ્રીલંકન કરન્સી વચ્ચે એક્સચેન્જ રેટ ચૂકવવો પડશે.


PhonePeના CEO રિતેશ પઈએ કહ્યું હતું કે PhonePe અને LankaPay વચ્ચેના સહયોગથી ભારતીય પ્રવાસીઓને ઘણી સુવિધા મળશે. તેઓ હવે મુસાફરી કરતી વખતે અને Lanka Pay QR નો ઉપયોગ કરતી વખતે સેવાઓ અને સામાન માટે ચૂકવણી કરી શકશે. આ પ્રસંગે LankaPay ના CEO ચન્ના ડી'સિલ્વાએ કહ્યું કે અમે આના ફાયદા જોઈને ઉત્સાહિત છીએ. આનાથી શ્રીલંકામાં પ્રવાસ દરમિયાન ભારતીય પ્રવાસીઓ અને વેપારી પ્રવાસીઓ માટે ચૂકવણીની સુવિધા મળશે.


આ પ્રસંગે શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ જણાવ્યું હતું કે UPI પેમેન્ટ એ બંને દેશો માટે ડિજિટલ ભાગીદારીનું માધ્યમ છે. મોટા લક્ષ્યો સુધી પહોંચવાનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે.


ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન PhonePe એ ઓગસ્ટ 2016 માં ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું. તેના 52 કરોડથી વધુ યુઝર્સ છે. આ પ્લેટફોર્મ પર નોંધાયેલા 3.8 કરોડ વેપારીઓ પણ છે જેઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે.