PIB Fact Check:  સોશિયલ મીડિયા પર કોઈને કોઈ મેસેજ વાયરલ થતા હોય છે. જેમાંથી ઘણા ભ્રામક પણ હોય છે. આવો જ એક મેસેજ હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે અઠવાડિયામાં બે નહીં પરંતુ ત્રણ રજાઓ આવશે. ચાલો જાણીએ શું છે તેનું સત્ય.


વાયરલ ફોટોમાં શું લખ્યું છે


સોશિયલ મીડિયા પર ફરતી એક તસવીરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં 3 દિવસની વીકઓફ પોલિસીની જાહેરાત કરશે. ફોટોમાં લખ્યું છે કે, 2 દિવસની સાપ્તાહિક રજા પૂરી થઈ ગઈ છે, સરકાર 3 દિવસની સાપ્તાહિક રજાની પોલિસી લાવી છે.  કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠું બજેટ રજૂ કરશે. 1 જુલાઈથી કંપનીઓ કામના કલાકો ઘટાડીને 12 કલાક કરી શકશે. કર્મચારીઓને 4 દિવસ માટે દિવસમાં 12 કલાક કામ કરવું પડી શકે છે. આ નવા નિયમો બાદ કંપનીઓ તેમના કર્મચારીઓને 3 દિવસની રજા આપી શકશે. હાથમાં પગાર ઘટી શકે છે જ્યારે પીએફની રકમ વધી શકે છે. મોદી સરકારે શ્રમ કાયદાના નિયમોને તાત્કાલિક લાગુ કરવાની યોજના બનાવી છે. તમે નીચેનો સંપૂર્ણ સંદેશ વાંચી શકો છો.


શું છે સચ્ચાઈ


જ્યારે PIBની ફેક્ટ ચેક ટીમે આ અંગે તપાસ કરી ત્યારે આ મેસેજ નકલી હોવાનું જણાયું હતું, એટલે કે હજુ સુધી આવા કોઈ ફેરફારની દરખાસ્ત કરવામાં આવી નથી. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નકલી છે, નાણામંત્રી દ્વારા આવી કોઈ દરખાસ્ત આપવામાં આવી નથી.






PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.