PIB Fact Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ દિવસોમાં વોટ્સએપ પર કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રાપ્તકર્તાએ 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે. તેને કૌન બનેગા કરોડપતિ (KBC) શો સાથે જોડીને કહેવામાં આવી રહ્યું છે. જો તમને પણ આ વાયરલ મેસેજ મળ્યો છે, તો જણાવો કે તે સંપૂર્ણપણે ફેક છે.
લોકોને એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી વોટ્સએપ પર ઓડિયો ક્લિપ સાથે સંદેશો મળી રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનો મોબાઈલ ફોન KBC લોટરીના 25 લાખ રૂપિયાના ઈનામ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓડિયો રેકોર્ડિંગ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે તમારા નામે 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે.
PIBએ વાયરલ મેસેજની સત્યતા જણાવી
હાલમાં જ ભારત સરકારની પ્રેસ એજન્સી PIBએ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ફોન કોલ્સ, ઈ-મેઈલ અને સંદેશાઓ છેતરપિંડી કરનારાઓ દ્વારા એવા ખોટા દાવા સાથે પ્રાપ્ત થઈ રહ્યા છે કે પ્રાપ્તકર્તાએ ₹25,00,000 ની લોટરી જીતી છે. આવા લોટરી કૌભાંડોથી સાવધ રહો. આવા કોલ, મેઇલ અને મેસેજ પર તમારી અંગત માહિતી શેર કરશો નહીં.”
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.