PIB Fact Check: જો તમારું SBIમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચાર વાંચ્યા પછી તમારે સાયબર ક્રાઇમ કરનારાઓથી સાવધાન રહેવાની જરૂર છે. આ દિવસોમાં SBI ખાતાધારકોને SBI YONO એપ સંબંધિત મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં એકાઉન્ટ હોલ્ડરને તેનો પાન કાર્ડ નંબર અપડેટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. જો તમને પણ તાજેતરમાં આવો કોઈ સંદેશ મળ્યો હોય, તો કોઈપણ રીતે જવાબ આપશો નહીં.


પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા માહિતી બહાર આવી છે


વાયરલ થઈ રહેલા મેસેજ અંગે જ્યારે PIBનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે તેને લગતી વાસ્તવિકતા સામે આવી હતી. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું હતું કે બેન્ક દ્વારા ગ્રાહકોને આવો કોઈ મેસેજ મોકલવામાં આવ્યો નથી. આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. બેંક દ્વારા ગ્રાહકોનો કોઈપણ રીતે સંપર્ક કરવામાં આવતો નથી. જો તમે અહીં કોઈપણ પ્રકારની માહિતી શેર કરો છો, તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. PIB ફેક્ટ ચેકે સલાહ આપી છે કે તમારી અંગત માહિતી કોઈની સાથે શેર ન કરો.


ભ્રામક સંદેશ ફોરવર્ડ કરવાની મનાઈ છે


કેન્દ્ર સરકારના અધિકૃત ફેક્ટ ચેકર 'PIB ફેક્ટ ચેક'એ લોકોને આવા કોઈ ભ્રામક મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું છે. PIB ફેક્ટ ચેક દ્વારા ઉપરોક્ત સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ દાવો સંપૂર્ણપણે નકલી છે. સરકાર દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.






શું છે વાયરલ મેસેજમાં?


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અને લોકોના ટેક્સ્ટ મેસેજમાં પ્રાપ્ત થઈ રહેલા મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે SBI યુઝર તમારું YONO એકાઉન્ટ આજે બંધ થઈ જશે. કૃપા કરીને આ લિંક પર ક્લિક કરીને તમારો PAN કાર્ડ નંબર અપડેટ કરો. તમને જણાવી દઈએ કે બેંક દ્વારા ઈ-મેલ અથવા એસએમએસ દ્વારા તમારી માહિતી ક્યારેય પૂછવામાં આવતી નથી.