પંજાબ નેશનલ બેંકમાં તમારુ ખાતું છે,  આ કારણે થઈ શકે છે બંધ! 

પંજાબ નેશનલ બેંક (PNB બેંક)માં જો તમારું પણ ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PNB એ એવા ગ્રાહકો અથવા ખાતાધારકો માટે ફરીથી ચેતવણી જાહેર કરી છે.

Continues below advertisement

પંજાબ નેશનલ બેંક (PNB બેંક)માં જો તમારું પણ ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PNB એ એવા ગ્રાહકો અથવા ખાતાધારકો માટે ફરીથી ચેતવણી જાહેર કરી છે જેમના ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ વ્યવહાર નથી થયો અને આ ખાતાઓમાં બેલેન્સ શૂન્ય છે. આવા ખાતા 30 જૂન, 2024થી બંધ થઈ જશે. આવી સ્થિતિમાં જો તમે તમારા PNB ખાતામાં 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી, તો તે નિશ્ચિત સમયગાળાની અંદર ચોક્કસપણે કરો. ચાલો જાણીએ બેંક દ્વારા શું કહેવામાં આવ્યું છે ?

Continues below advertisement

PNB એ તેના એક્સ  પર એક ચેતવણી જારી કરીને કહ્યું છે કે બેંક દ્વારા જોવામાં આવ્યું છે કે ઘણા એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા નથી અને તેમાં કોઈ બેલેન્સ પણ નથી. એવામાં આ ખાતાઓનો દુરુપયોગને રોકવા માટે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે, બેંક દ્વારા પહેલાથી જ 1 મે 2024, 16 મે 2024, 24 મે 2024 અને 1 જૂન 2024ના રોજ વેબસાઇટ અને સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને નોટિસ આપવામાં આવી છે. આ અસુવિધાથી બચવા માટે આવા તમામ ગ્રાહકોએ 30મી જૂન સુધીમાં તેમના એકાઉન્ટ એક્ટિવેટ કરવા પડશે.

હવે સવાલ એ છે કે જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક પંજાબ નેશનલ બેંક શા માટે તેના ગ્રાહકોના ખાતા બંધ કરવાનું પગલું ભરી રહી છે. તો તેની પાછળ એક મોટું કારણ છે, PNBએ ચેતવણી આપી છે કે જો તેમના ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ પણ શૂન્ય છે, તો 30 જૂનથી આ ખાતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. PNB દ્વારા આ પગલું એવા એકાઉન્ટ્સના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યું છે જે ઓપરેટ થતા નથી. આવા તમામ ખાતાઓની ગણતરી 30 એપ્રિલ 2024ના આધારે કરવામાં આવશે.

પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન, 2024 પછી આવા તમામ ખાતા કોઈપણ સૂચના વિના બંધ કરી દેવામાં આવશે. જો કે, ડીમેટ ખાતાઓ સાથે જોડાયેલા આવા ખાતા બંધ કરવામાં આવશે નહીં. 25 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો સાથેના વિદ્યાર્થીઓના ખાતા, સગીરોના ખાતા, SSY/PMJJBY/PMSBY/APY જેવી યોજનાઓ માટે ખોલવામાં આવેલા ખાતાઓ પણ સસ્પેન્ડ કરવામાં આવશે નહીં.

ગ્રાહકોને સુવિધા આપતી વખતે બેંકે કહ્યું છે કે જો તમે તમારા ખાતા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય અથવા કોઈ મદદ લેવા માંગતા હોય તો તમે તમારી બેંક શાખાનો સીધો સંપર્ક કરી શકો છો. PNB મુજબ, જ્યાં સુધી ખાતાધારક સંબંધિત શાખામાં તેના ખાતાના KYC સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ ન કરે ત્યાં સુધી આવા ખાતાઓને ફરીથી સક્રિય કરી શકાતા નથી. એટલે કે, જો તમે તમારું એકાઉન્ટ સક્રિય રાખવા માંગતા હોવ તો બેંક શાખામાં જાઓ અને તરત જ KYC કરાવો.

Continues below advertisement
Sponsored Links by Taboola