નવી દિલ્હીઃ બેન્ક એકાઉન્ટ્સમાં ન્યૂનતમ રકમ જમા ન કરવાના કારણે બેન્કોની આવક અને નફાનું એક માધ્યમ બની ગયું છે. પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ્સમાં ન્યૂનતમ રકમ ન હોવાના કારણે દંડ સ્વરૂપે નાણાકીય વર્ષ 2018-19માં 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા છે. વાસ્તવમાં મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના એક આરટીઆઇ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે પંજાબ નેશનલ બેન્ક પાસેથી જાણકારી માંગી હતી કે છેલ્લા બે નાણાકીય વર્ષમાં સેવિંગ અને કરન્ટ એકાઉન્ટમાં ન્યૂનતમ રકમ ન હોવાના કારણે કેટલા ખાતાધારકોની કેટલી રકમ વસૂલવામાં આવી છે.

જેના જવાબમાં પંજાબ બેન્ક તરફથી આપવામાં આવેલા નાણાકીય વર્ષ 2018-19માં પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ્સમાં ન્યૂનતમ રકમ ન હોવાના કારણે દંડ સ્વરૂપે ખાતાધારકો પાસેથી 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ રકમ નાણાકીય વર્ષની તુલનામાં વસૂલવામાં આવેલી રકમ કરતા 32 ટકા વધુ છે.

પીએનબીએ નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 1,22,53,756 સેવિંગ એકાઉન્ટ્સમાંથી કુલ 226.36 કરોડ રૂપિયા અને 5,37,692 કરન્ટ એકાઉન્ટ્સમાંથી કુલ 52.30 કરોડ રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ્યા હતા. આ રકમ આ ખાતામાં ન્યૂનતમ રકમ ન હોવાના કારણે વસૂલવામાં આવી છે. આ પ્રકારે પીએનબીએ નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન બંન્ને પ્રકારના લગભગ 1.27 કરોડ એકાઉન્ટ્સ ધારકો પાસેથી કુલ 278.66 કરોડ રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ્યા છે.

પંજાબ નેશનલ બેન્કના નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન 1,22,98,748 સેવિંગ એકાઉન્ટ ધારકો પાસેથી કુલ 151.66 કરોડ રૂપિયા અને 5,94,048 ચાલુ ખાતામાંથી કુલ 59.08 કરોડ ખાતામાં ન્યૂનતમ રકમ ન હોવાના કારણે ખાતાધારકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે.