જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. PNB એ પોતાના ગ્રાહકો માટે સોશિયલ મીડિયા પર એક મોટી અને મહત્વની ચેતવણી જારી કરી છે. બેંકના નવા આદેશ મુજબ, અમુક ચોક્કસ બેંક ખાતાઓ આગામી 16 એપ્રિલ, 2026 થી કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. જોકે, સામાન્ય ગ્રાહકોએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ નિયમ રેગ્યુલર વપરાશ કરતા ગ્રાહકોને લાગુ પડતો નથી. બેંકે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોના ખાતા લાંબા સમયથી સાવ બંધ પડ્યા છે, તેમણે 15 એપ્રિલ, 2026 પહેલા પોતાની નજીકની બ્રાન્ચમાં જઈને ફરજિયાતપણે પોતાનું KYC (નો યોર કસ્ટમર) પૂરું કરાવવું પડશે. જો આ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરી નહીં થાય, તો બીજા જ દિવસથી ખાતું બંધ કરી દેવાશે.

કયા ગ્રાહકોના ખાતા બંધ કરવામાં આવશે?

પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર એવા જ ખાતાઓ પર થશે:

જેમાં છેલ્લા 3 વર્ષથી કોઈપણ પ્રકારની લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) કરવામાં આવી નથી.

જે ખાતામાં તમારું બેલેન્સ બિલકુલ શૂન્ય (0) છે.

જો તમારું ખાતું પણ આ કેટેગરીમાં આવે છે, તો તમારે 15 એપ્રિલ, 2026 પહેલાં તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લેવી જ પડશે અને ત્યાં જઈને તમારું KYC અપડેટ કરાવવું પડશે. જો તમે 15 એપ્રિલ સુધીમાં આ કામ નહીં પતાવો, તો 16 એપ્રિલ, 2026 થી કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર તમારું ખાતું કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે બેંકે ગ્રાહકોને તેમની શાખાનો સંપર્ક કરવાની સલાહ આપી છે.

નિષ્ક્રિય (Dormant) ખાતું કોને કહેવાય?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, 'નિષ્ક્રિય ખાતું' એટલે એવું સેવિંગ્સ (બચત) અથવા કરંટ (ચાલુ) ખાતું જેમાં 2 વર્ષથી વધુ સમયથી ગ્રાહક દ્વારા પૈસા ઉપાડવા કે જમા કરવા જેવો કોઈ પણ વ્યવહાર કરવામાં આવ્યો ન હોય. PNB આવા જ ખાતાઓ કે જે વર્ષોથી નિષ્ક્રિય પડ્યા છે, તેની સફાઈ કરી રહી છે.

હવે તમારે શું કરવાનું છે?

જો તમારી પાસે પણ પંજાબ નેશનલ બેંકમાં એવું ખાતું છે જેમાં છેલ્લા 3 વર્ષમાં કોઈ વ્યવહાર થયો નથી અને બેલેન્સ ઝીરો છે, તો:1. વહેલી તકે તમારી બેંકની શાખાની મુલાકાત લો.2. ત્યાં જઈને જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો) સબમિટ કરો.3. KYC નું ફોર્મ ભરીને તમારું ખાતું ફરીથી એક્ટિવ (ચાલુ) કરાવી લો.

ધ્યાન રહે કે જો તમે 15 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂરી નહીં કરો, તો તમારું ખાતું રદ કરી દેવાશે.