Post Office Rule: પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ સ્કીમના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે પણ કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ખાતું ખોલાવ્યું હોય, તો તમને પહેલાથી જ ખબર હોવી જોઈએ કે કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
ખાતું ખોલાવવું પડશે
1 એપ્રિલથી અમલમાં આવનારા નિયમો બાદ ગ્રાહકોએ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. પોસ્ટ ઓફિસે એક પરિપત્ર જારી કરીને આ અંગેની માહિતી આપી છે.
ખાતામાં માત્ર વ્યાજના પૈસા જ મળશે
પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી ગ્રાહકોને MIS, SCSS અને ટર્મ ડિપોઝિટ સ્કીમ પર મળતું વ્યાજ રોકડમાં ચૂકવવામાં આવશે નહીં. મહેરબાની કરીને નોંધ કરો કે ચુકવણી ફક્ત પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ અથવા એકાઉન્ટ ધારકના બેંક ખાતામાં જ કરવામાં આવશે.
જો તમે લિંક ન કરો તો પૈસા કેવી રીતે મેળવશો?
તમને જણાવી દઈએ કે જો કોઈ પણ ખાતાધારક તેની બેંક વિગતો લિંક નહીં કરે તો તેનું વ્યાજ કાં તો ચેકના રૂપમાં ચૂકવવામાં આવશે અથવા તો તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા કરવામાં આવશે.
માત્ર 3 દિવસનો સમય
પોસ્ટ ઓફિસના આ નિયમ મુજબ ગ્રાહક માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક કોઈપણ આધાર પર પૈસા લે છે કે નહીં, તેનું ખાતું હોવું જરૂરી છે. જો તમારું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં પહેલાથી જ ખાતું છે, તો તેને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરો. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સેવિંગ એકાઉન્ટ વગર તમને નાના બચત ખાતામાં વ્યાજ નહીં મળે. તેથી, 31 માર્ચ 2022 પહેલા, આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરો.