Post Office RD Scheme: જો તમે શેરબજારના જોખમોથી દૂર રહીને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો અને ભવિષ્ય માટે મોટું ફંડ ભેગું કરવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ તમારા માટે જ છે. પોસ્ટ ઓફિસે એક એવી રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના રજૂ કરી છે, જેમાં તમે દરરોજ માત્ર 333 રૂપિયાની નાની બચત કરીને પાકતી મુદતે 17 લાખ રૂપિયા જેટલું માતબર ભંડોળ ઊભું કરી શકો છો. કોઈ પણ જાતના ટેન્શન વગર ગેરંટીડ રિટર્ન આપતી આ સ્કીમ મધ્યમ વર્ગ માટે અત્યંત લોકપ્રિય અને ફાયદાકારક સાબિત થઈ રહી છે.

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હંમેશાથી સામાન્ય માણસનો સૌથી ભરોસાપાત્ર વિકલ્પ રહી છે. પોસ્ટ ઓફિસ RD એક એવી જ બેસ્ટ નાની બચત યોજના છે, જેમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે. હાલમાં આ સ્કીમ પર વાર્ષિક 6.7 ટકાના દરે શાનદાર વ્યાજ મળી રહ્યું છે. આ યોજનાની સામાન્ય પાકતી મુદત (મેચ્યોરિટી) 5 વર્ષની હોય છે, પરંતુ વધુ વળતર માટે તમે ઈચ્છો તો તેને આગળના 5 વર્ષ માટે બિલકુલ સરળતાથી લંબાવી શકો છો.

Continues below advertisement
Continues below advertisement

333 રૂપિયાથી 17 લાખ સુધીનું ગણિત

હવે સરળ ભાષામાં સમજીએ આ સ્કીમનું ગણિત. જો તમે આ યોજનામાં દરરોજ 333 રૂપિયાની બચત કરો છો, તો મહિનાના અંતે તમારી જમા રકમ લગભગ 10,000 રૂપિયા થશે. આ રીતે તમે એક વર્ષમાં 1,20,000 રૂપિયાનું રોકાણ કરશો. જો તમે 5 વર્ષ પૂરા થયા બાદ સ્કીમને વધુ 5 વર્ષ લંબાવીને કુલ 10 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો છો, તો તમારું કુલ જમા રોકાણ 12,00,000 રૂપિયા થશે. જેના પર 6.7 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ દરે તમને 5,08,546 રૂપિયા માત્ર વ્યાજ પેટે મળશે. આમ, 10 વર્ષ પછી મેચ્યોરિટી પર તમારા હાથમાં કુલ 17,08,546 રૂપિયા આવશે.

પત્ની સાથે મળીને પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલો અને દર મહિને મેળવો ₹8633ની ગેરંટીડ આવક

સ્કીમની અન્ય ખાસિયતો અને ફાયદાઓ

આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે માત્ર 100 રૂપિયાની મામૂલી રકમથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો, અને મહત્તમ રોકાણની કોઈ જ મર્યાદા નથી. આ ઉપરાંત, જો તમારું ખાતું એક વર્ષ જૂનું થઈ જાય, તો તમે તમારી જમા રકમના 50 ટકા સુધીની લોન પણ આસાનીથી મેળવી શકો છો. આ રોકાણ શેરબજારની વધઘટથી સંપૂર્ણપણે મુક્ત અને 100 ટકા સુરક્ષિત છે. ખાતું ખોલાવતી વખતે કે પછીથી ગમે ત્યારે નોમિનેશન (વારસદાર નિમવા) ની સુવિધા પણ આમાં મળે છે.

ખાતું કેવી રીતે ખોલાવવું?

આ શાનદાર યોજનામાં ખાતું ખોલાવવું સાવ સરળ છે. તમારે બસ તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે. ખાતું ખોલાવવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવો જરૂરી છે. એકવાર તમારું ખાતું ખુલી જાય, પછી તમે પોસ્ટ ઓફિસની નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ સુવિધાની મદદથી પણ તમારા એકાઉન્ટને ઘરે બેઠા જ સરળતાથી મેનેજ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની 36 મહિનાની FDમાં ₹2,00,000 રોકશો તો કેટલું વ્યાજ મળશે? જાણો કેલક્યુલેશન