PNB New Rules: પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)માં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે તો આજથી તમારા બેંક ખાતા સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. PNB (Punjab National Bank) એ પહેલા જ ટ્વીટ કરીને ગ્રાહકોને આ ફેરફારની જાણકારી આપી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ ફેરફારની અસર ચેક પેમેન્ટ કરનારા ગ્રાહકો પર પડશે.
પોઝિટિવ પે સિસ્ટમ અમલી
પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)એ કહ્યું કે 4 એપ્રિલ, 2022થી એટલે કે આજથી બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ સિસ્ટમ ફરજિયાત બની ગઈ છે. જો કોઈ ગ્રાહક બેંક શાખા અથવા ડિજિટલ ચેનલ દ્વારા ₹10 લાખ કે તેથી વધુના ચેક ઈશ્યુ કરે છે, તો તેમના માટે PPS કન્ફર્મેશન જરૂરી રહેશે.
પોઝિટિવ પે સિસ્ટમ શું છે?
ગ્રાહકોને આ વિશે માહિતી આપતા બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી શેર કરી છે. બેંકની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, હવે 4 એપ્રિલ, 2022થી બેંકે ચેક પેમેન્ટ કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનાવી છે. આ સિસ્ટમ દ્વારા હવે 10 લાખનો ચેક ઈશ્યુ કર્યા બાદ ડિજિટલ અથવા બ્રાન્ચ વેરિફિકેશન જરૂરી બની ગયું છે.
ટોલ ફ્રી નંબર પર કોલ કરો
બેંકની આ સુવિધા વિશે વિગતવાર જાણવા માટે તમે ટોલ ફ્રી નંબર 1800-180-2222 અથવા 1800-103-2222 પર પણ કૉલ કરી શકો છો.
બેંકિંગ છેતરપિંડી રોકવામાં થશે મદદ
તમને જણાવી દઈએ કે બેંકે દેશભરમાં ઝડપથી વધી રહેલા બેંકિંગ ફ્રોડને રોકવા માટે આ સુવિધા શરૂ કરી છે.પોઝિટિવ પે સિસ્ટમ છેતરપિંડી રોકવામાં મદદ કરશે. ફ્રોડ ચેકની માહિતી બેંક અને ગ્રાહક પાસે વેરિફિકેશન માટે આવશે અને ત્યારે જો ચેક ખોટો હશે તો સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી જશે.