ભારતીય રેલવે 1 જૂલાઇથી તેના ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી શકે. અગાઉ, રેલવેએ તેની ટિકિટનું ભાડું વધાર્યું હતું અને તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું હતું. હવે રેલવે તેના વધુ એક નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નવો નિયમ રેલવેના રિઝર્વેશન ચાર્ટના સમય સાથે સંબંધિત છે.

મુસાફરીના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ

હાલમાં રેલવે ટ્રેનની મુસાફરીના 4 કલાક પહેલા પોતાનો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરતી હતી. આવી સ્થિતિમાં જો કોઈ મુસાફરની ટિકિટ કન્ફર્મ ન થતી હોય તો મુસાફરને બીજી ટિકિટ બુક કરાવવા અથવા બીજો વિકલ્પ શોધવા માટે ઓછો સમય મળતો હતો, પરંતુ હવે રેલવેએ આ નિયમમાં પણ ફેરફાર કર્યો છે. 1 જૂલાઈથી રેલવે ટ્રેનની મુસાફરીના 8 કલાક પહેલા પોતાનો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરશે, જેથી મુસાફરોને તેમની અન્ય વ્યવસ્થા કરવા માટે વધુ સમય મળી શકે.

જાણો કે રિઝર્વેશન ચાર્ટ ક્યારે 9 વાગ્યે બનશે

જો તમારી ટ્રેન બપોરે 2 વાગ્યા પહેલાની છે, તો રિઝર્વેશન ચાર્ટ એક દિવસ અગાઉથી તૈયાર કરવામાં આવશે એટલે કે, જો તમારી ટ્રેન સવારે 9 વાગ્યે છે તો પણ રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યે બનાવવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો નિર્ણય

રેલવેના રિઝર્વેશન ચાર્ટનો સમય બદલવાનો આ નિર્ણય તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠક બાદ લેવામાં આવ્યો છે. અશ્વિની વૈષ્ણવે આ નવા ફેરફારને તબક્કાવાર લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. પહેલા આ નવો નિયમ ફક્ત અમુક ચોક્કસ ટ્રેનો પર જ લાગુ કરવામાં આવશે ત્યારબાદ આ નિયમ અન્ય ટ્રેનો માટે પણ લાગુ થશે.

1 જૂલાઈથી લાગુ નવા નિયમો

રિઝર્વેશન ચાર્ટના સમય ઉપરાંત, 1 જૂલાઈથી રેલવેએ તેની કેટલીક ટિકિટોના ભાવમાં પણ વધારો કર્યો છે. આ વધારો અડધા પૈસાથી 2 પૈસા પ્રતિ કિમી છે. 1 જૂલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર કાર્ડ વેરિફિકેશન પણ ફરજિયાત બનશે. આધાર વેરિફિકેશન વિના મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.