ડિજિટલ ફ્રોડ કે નાણાકીય છેતરપિંડી પર હવે ગ્રાહકોને 25,000 વળતર મળશે, RBI એ મૂક્યો પ્રસ્તાવ
ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે નાની રકમના ફ્રોડ ટ્રાન્ઝેક્શનમાં થયેલા નુકસાન માટે ગ્રાહકોને ₹25,000 સુધી વળતર આપવા માટે એક નવું માળખું જાહેર કરવાની જાહેરાત કરી હતી.

ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે નાની રકમના ફ્રોડ ટ્રાન્ઝેક્શનમાં થયેલા નુકસાન માટે ગ્રાહકોને ₹25,000 સુધી વળતર આપવા માટે એક નવું માળખું જાહેર કરવાની જાહેરાત કરી હતી. ગવર્નરે ચાલુ નાણાકીય વર્ષ માટે છેલ્લી બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા કહ્યું, 'અમે ડિજિટલ ચુકવણીઓની સુરક્ષા વધારવા માટેના સંભવિત ઉપાયો પર એક ડિસ્કશન પેપર પણ પ્રકાશિત કરીશું. આ ઉપાયોમાં 'વિલંબિત ક્રેડિટ' અને ચોક્કસ શ્રેણીના વ્યક્તિઓ, જેમ કે વરિષ્ઠ નાગરિકો માટે વધારાની પ્રમાણીકરણ શામેલ હોઈ શકે છે.' ક્રેડિટમાં વિલંબનો મતબલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રસ્તાવિત સુરક્ષા વ્યવસ્થા છે. તેમાં કેટલાક ટ્રાન્ઝેક્શનથી પ્રાપ્ત પૈસાને રિસીવરના બેંક એકાઉન્ટમાં જાણી જોઈને થોડીવાર પછી જમા કરવામાં આવે છે.
ત્રણ દિશાનિર્દેશની માર્ગદર્શિકા જાહેર કરશે આરબીઆઈ
સંજય મલ્હોત્રાએ કહ્યું કે ગ્રાહક હિતોના રક્ષણ માટે, આરબીઆઈ ત્રણ દિશાનિર્દેશની માર્ગદર્શિકા જાહેર કરશે. પ્રથમ ખોટા વેચાણ સાથે સંબંધિત રહેશે, બીજો- અનધિકૃત રીતે ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શનોમાં ગ્રાહકોની જવાબદારીને મર્યાદિત કરવી અને ત્રીજો લોન રિકવરી સાથે રિકવરી એન્જન્ટને જોડવાના સંબંધમાં હશે. આરબીઆઈ ગર્વનરે કહ્યું, 'નાની રકમના નાણાકીય છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનમાં થયેલા નુકસાન માટે ગ્રાહકોને ₹25,000 સુધીના વળતર માટે એક માળખું રજૂ કરવાનો પણ પ્રસ્તાવ છે.' અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહક જવાબદારીને મર્યાદિત કરતી હાલની માર્ગદર્શિકા 2017 માં જારી કરવામાં આવી હતી. આમાં ગ્રાહકોની શૂન્ય/સીમિત દેણદારીની પરિસ્થિતિ અને સમયમર્યાદાનો ઉલ્લેખ છે.
જલદી સાર્વજનિક પરામર્શ માટે જાહેર કરવામાં આવશે સંશોધિત નિર્દેશોનો ડ્રાફ્ટ
આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે બેંકિંગ સેક્ટર અને પેમેન્ટ સિસ્ટમમાં ટેક્નોલોજીને ઝડપથી અપનાવવાને જોતા આ દિશાનિર્દેશોના જારી થયા પછી હાલના નિર્દેશોની સમીક્ષા કરવામાં આવી છે. ગવર્નરે કહ્યું કે તેને જોતા નાની રકમના છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં વળતર માટે માળખા સહિત સુધારેલા માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે નાણાકીય સંસ્થાઓ દ્વારા નાણાકીય ઉત્પાદનો અને સેવાઓનું ખોટી રીતે વેચાણ ગ્રાહકો અને આવી સંસ્થાઓ બંને માટે ગંભીર પરિણામો લાવે છે. તેથી, બેંક કાઉન્ટર પર વેચાતી થર્ડ પાર્ટીના ઉત્પાદનો અને સેવાઓ ગ્રાહકની જરૂરિયાતો અને વ્યક્તિગત ગ્રાહકોની જોખમ લેવાની ક્ષમતાને અનુરુપ હોય.























