RBI WhatsApp channel Launched: ભારતીય રિઝર્વ બેન્કના ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં આરબીઆઇએ એક WhatsApp બનાવ્યું છે. આ વોટ્સએપ ચેનલ દ્વારા તમામ પ્રકારની નાણાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે હવે તમારે ફક્ત RBI ની WhatsApp ચેનલમાં જોડાવાનું રહેશે અને તમને ઘરે બેઠા બેન્કિંગના તમામ અપડેટ્સ મળશે.
આ ચેનલમાં જોડાવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત સેન્ટ્રલ બેન્ક દ્વારા શેર કરાયેલ QR કોડ સ્કેન કરવાનો છે અને પછી તમે ચેનલમાં જોડાઈ શકો છો.
લોકોમાં જાગૃતિ લાવવા માટે RBI દ્ધારા આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, લોકોને જાગૃત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ટેક્સ્ટ મેસેજ, ટેલિવિઝન અને ડિજિટલ જાહેરાતોનો ઉપયોગ વગેરે.
RBI ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવશે
ડિજિટલ વ્યવહારોમાં છેતરપિંડીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ત્યારબાદ RBI એ હવે આ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્ધારા બેન્ક ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવશે જેથી તેઓ છેતરપિંડીથી બચી શકે. આરબીઆઈને આશા છે કે વોટ્સએપ ચેનલ આ સંદર્ભમાં ખૂબ જ સફળ સાબિત થશે.
કેવી રીતે જોડાવું
RBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તેમણે ત્યાં શેર કરેલો કોડ સ્કેન કરો. તમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી પણ QR કોડ સ્કેન કરી શકો છો. આ પછી તમે RBI ની WhatsApp ચેનલ પર હશો. તમે તેમાં જોડાઓ અને પછી તમને RBI દ્વારા આપવામાં આવતી કોઈપણ અપડેટ્સ મળવાનું શરૂ થશે. ચેનલમાં જોડાતી વખતે ખાતરી કરો કે તે વેરિફાઇ છે કે નહીં.
ભારતીય રિઝર્વ બેન્કની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને આગળ ધપાવશે અને દેશના દરેક નાગરિકને સુરક્ષિત, સુલભ અને સશક્ત ડિજિટલ નાણાકીય સેવાઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં રેપો રેટમાં આ પ્રથમ ઘટાડો હતો. આજના ઘટાડા સાથે રેપો રેટ હવે 6 ટકા થઈ ગયો છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેન્કોને લોન આપે છે. તેના ઘટાડાને કારણે તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનનો હપ્તો ઓછો થઈ જાય છે. રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. નવા નાણાકીય વર્ષમાં RBIની MPC ની આ પહેલી બેઠક હતી