RBI Monetary Policy 2025-26:  ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં રેપો રેટમાં આ પ્રથમ ઘટાડો હતો. આજના ઘટાડા સાથે રેપો રેટ હવે 6 ટકા થઈ ગયો છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેન્કોને લોન આપે છે. તેના ઘટાડાને કારણે તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનનો હપ્તો ઓછો થઈ જાય છે. રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

Continues below advertisement

પરંતુ જો તમે ફિક્સ્ડ રેટ પર હોમ લોન લીધી હોય તો આ નિર્ણય પછી પણ તમારા EMI પર કોઈ અસર થશે નહીં. જોકે, જો રેપો રેટ ઘટે અને તમે તે પછી ઓછા લોન વ્યાજ દરનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે તક હશે. પણ આ માટે તમારે એક કામ કરવું પડશે. આ વિશે અહીં જાણો.

જ્યારે કોઈ વ્યક્તિ ફિક્સ્ડ રેટ પર લોન લે છે ત્યારે તેનો વ્યાજ દર લોન લેતી વખતે જ નક્કી થઈ જાય છે. તમારા EMI તે વ્યાજ દર અનુસાર નક્કી થાય છે. આવી સ્થિતિમાં લોન લેનારને સમગ્ર લોન મુદત માટે સમાન નિશ્ચિત EMI ચૂકવવી પડશે. રેપો રેટમાં વધારો કે ઘટાડો થવાથી તેના પર કોઈ અસર થતી નથી.

Continues below advertisement

આ લાભ મેળવવા માટે તમારે ફિક્સ્ડ રેટ લોનમાંથી ફ્લોટિંગ રેટ લોન પર સ્વિચ કરવું પડશે. ફ્લોટિંગ રેટ લોન એ એવી લોન છે જે રેપો રેટ અથવા બજાર વ્યાજ દરથી સીધી પ્રભાવિત થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે, ત્યારે ફ્લોટિંગ રેટ લોનનો વ્યાજ દર પણ વધે છે અને જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે લોનના વ્યાજ દર પણ ઘટે છે.

શું બેન્ક સ્વિચ કરવાની સુવિધા

હા, તમે ફિક્સ્ડ રેટ લોનમાંથી ફ્લોટિંગ રેટ લોનમાં ગમે ત્યારે સ્વિચ કરી શકો છો. આ સુવિધા બેન્ક દ્વારા ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. જોકે, બેન્કો આ સુવિધા માટે નજીવી ફી વસૂલ કરે છે.