આરટીજીએસનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. તે અંતર્ગત ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે અને વધુમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી. આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું, તેણે આરટીજીએસમાં ગ્રાહક લેવડ દેવડ માટે સમય સાંજે સાડા ચાર કલાકથી વધારીને 6 કલાક કરવાનો નિર્ણય કર્યો છે.
આરટીજીએસ અંતર્ગત આ સુવિધા એક જૂનથી મળશે. આરટીજીએસ ઉપરાંત, રૂપિયા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની અન્ય લોકપ્રિયમ માધ્યમ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) છે. તેમાં ટ્રાન્સફર કરવાની લઘુતમ અને મહત્તમ રૂપિયાની કોઈ મર્યાદા નથી.